Abtak Media Google News

ભારતના બીજા રાષ્ટ્રપતિ, પ્રખર ચિંતક, વિચારક, તત્વજ્ઞાની, ભારતીયસંસ્કૃતિના પુરસ્કર્તા,  ભારતરત્ન, ઉત્તમ વક્તા અને ખાસ તો આજીવન શિક્ષક અને  આદર્શ શિક્ષક તરીકે આજે પણ જેમને યાદ કરાય છે એવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન ૫ સપ્ટેમ્બર –‘શિક્ષક્દિન’ તરીકે જાણીતો છે. સમગ્ર શિક્ષક્ગણને સમાજમાં મોભો અને પ્રતિષ્ઠા મળે, તે હેતુથી આ દિવસ ઉજવાય છે. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે – “હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું .

તેમનો જન્મ ૫ સપ્ટેમ્બર ૧૮૮૮ના રોજ ભારતના દક્ષીણના તીરુત્તાનીમાં થયો હતો જે ચિન્નાઇથી ૬૪ કિમી ઉત્તર- પૂર્વમાં છે. સર્વપલ્લી રાધાકૃષ્ણન હિંદુ વિચારક હતા અને તે સ્વતંત્રભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તેમજ દેશના બીજા રાષ્ટ્રપતિ હતા. રાજકારણમાં આવ્યા તે પહેલા તેમણે જીવનના મહત્વપૂર્ણ ૪૦વર્ષ શિક્ષક તરીકે યોગદાન આપ્યું હતું. તેમનામાં એક શિક્ષક હોવાના તમામ આદર્શ ગુણ હતા. તેમણે પોતાનો જન્મદિવસ વ્યક્તિગત નામથી નહીં પણ સંપૂર્ણ શિક્ષક સમુદાયને સન્માનિત કરવાના હેતુથી શિક્ષક દિવસના રૂપમાં ઉજવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેના પરિણામ રૂપે આજે દેશમાં તેમનો જન્મદિવસ દર વર્ષે શિક્ષકદિવસ તરીકે ઉજવાય છે.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન એક સાધારણ પરિવારમાં જન્મ થયો હતો. તેમનું બાળપણ તીરુત્તાની તેમજ તિરુપતિ જેવા  ધાર્મિક સ્થળો પર વીત્યું હતું. બાળપણથી જ પુસ્તક વાંચવાના શોખીન હતા. તે બાળપણથી જ ભણવામાં ઘણી રુચિ રાખતા હતા. તેમની પ્રારંભિક શિક્ષણ ક્રિશ્ચયન મિશનરી સંસ્થા લુંથર્ન મિશન સ્કુલમાં મેળવ્યું  હતું અને આગળનું શિક્ષણ મદ્રાસ ક્રિશ્ચયન કોલેજમાં મેળવ્યું હતું. સ્કુલના દિવસોમાં જ ડૉકટર રાધાકૃષ્ણનએ બાઈબલના મહત્વપૂર્ણ અંશ કંઠસ્થ કરી લીધા હતા જેના માટે તેમને વિશિષ્ઠ યોગતા સન્માન આપવામાં આવ્યું હતું.
બહુ નાની ઉમરમાં જ સ્વામી વિવેકાનંદ તેમજ વીર સાવરકર જેવા મહાન વ્યક્તિઓના વિચાર તેમજ તેમની જીવની વાચી લીધી હતી. તેમણે ૧૯૦૨માં મેટ્રિક સ્તરની પરીક્ષા પ્રથમ શ્રેણીમાં જ પાસ કરી શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી હતી. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનએ ૧૯૧૬માં દર્શન શાસ્ત્રમાં એમ.એ કર્યું અને મદ્રાસ રેસીડેન્સ કોલેજમાં આ જ વિષયના સહાયક પ્રાધ્યાપકનું પદ સાંભળ્યું હતું.
તેમના લેખો તેમજ ભાષણના માધ્યમથી ભારતીય દર્શન શાસ્ત્રને વિશ્વની સમક્ષ રજુ કરવા માટે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું મહત્વનું યોગદાન છે. પુરા વિશ્વમાં તેમના લેખની પ્રસંસા થઇ હતી. કોઈ પણ વાતને સરળ ભાષામાં કઈ રીતે કેહવી એમાં તેમને મહારથ હતી. આ જ કારણ હતું કે ફિલોસોફી જેવા અઘરા વિષયને પણ એક આનંદિત વિષય બનાવી દીધો હતો.
૧૯૧૫માં ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની મુલાકાત મહાત્મા ગાંધી સાથે થઇ હતી. તેમના વિચારોથી પ્રભાવિત થઇને રાધાકૃષ્ણનએ રાષ્ટ્રીય આદોલનના સમર્થનમાં અનેક લેખો લખ્યા હતા. તેમની મુલાકાત ૧૯૧૮માં મૈસુરમાં રવિન્દ્રનાથ ટાગોર સાથે થઇ હતી. ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનએ ૧૯૧૮માં ‘રવિન્દ્રનાથ ટાગોરના દર્શન’ શીર્ષકવાળી એક પુસ્તક પ્રકાશિત કરી હતી. તેમનું માનવું હતું કે પુસ્તક એ સાધન છે જે વિવિધ સંસ્કૃતિઓની વચ્ચે પુલનું નિર્માણ કરી શકીએ. તેમને પુસ્તક ‘ધ રીન ઓફ રીલીજીયન ઇન કોન્ટેપરરી ફિલોસોફી’ થી આંતરરાષ્ટ્રીય ઓળખ મળી હતી. ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનએ ઘણી વિશ્વવિદ્યાલયને શિક્ષણનું કેન્દ્ર બનવવા પોતાનું યોગદાન આપ્યું.
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન દેશની ત્રણ પ્રમુખ યુનિવર્સીટીમાં કાર્યરત રહ્યા હતા :
૧૯૩૧-૧૯૩૬ વાઈસ ચાન્સેલર, આંધ્રપ્રદેશ વિશ્વવિદ્યાલય
૧૯૩૯-૧૯૪૮ ચાન્સેલર, બનારસની હિંદુ વિશ્વવિદ્યાલય
૧૯૫૩-૧૯૬૨ ચાન્સેલર, દિલ્લી વિશ્વવિદ્યાલય
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની પ્રતિભાની જ અસર હતી કે તેમને સ્વતંત્રતા પછી સંવિધાન નિર્માણ સભાના સદસ્ય બનવ્યા હતા. ૧૯૫૨માં જવાહરલાલ નેહરુના આગ્રહ થી રાધાકૃષ્ણન સોવિયેત સંધના વિશિષ્ઠ રાજદૂત બન્યા અને એ જ વર્ષમાં તે ઉપરાષ્ટ્રપતિ પદ માટે નિર્વાચિત થયા હતા.
૧૯૫૪માં તેમને ભારતનો સૌથી મોટો નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરાયા હતા.
૧૯૬૨માં રાજેન્દ્ર પ્રસાદનો કાર્યકાળ પૂરો થઇ ગયા પછી તેમણે રાષ્ટ્રપતિ પદ સભાળ્યું હતું.
૧૩ મેં ૧૯૬૨ના રોજ ૩૧ તોપોની સલામી સાથે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની રાષ્ટ્રપતિ પદ પર તજપોસી થઇ હતી. ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનને શિક્ષક પ્રત્યે ખુબ જ લગાવ હતો જેથી સમગ્ર શિક્ષક સમુદાય માટે પોતે પોતાનો જન્મદિવસ શિક્ષકદિવસ તરીકે ઉજવવા મનાવવા નિશ્ચય કર્યો હતો. ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન લાંબી બીમારી પછી ૧૭ અપ્રિલ ૧૯૭૫ના રોજ મૃત્યુ થયું હતું.

આમ, શિ-ક્ષ-ક એ શિસ્ત, ક્ષમા અને કરુણાનો એટલે કે ઈશુ, મહાવીર, બુદ્ધનો ત્રિવેણી સંગમ છે. જે દ્વારા સમાજનું, રાષ્ટ્રનું એક મહાન પાત્ર છે…સહુ શિક્ષકોને વંદન સહ શ્રી રાધાકૃષ્ણનના જન્મદિનની  ભાવાંજલિ !!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.