Abtak Media Google News

૧૪ ફેબ્રુઆરીએ લોન્ચ થયેલા પ્રિયા પ્રકાશના ગીતમાં આંખ મારવાની અદાએ યુવાઓને મુગ્ધ કરી દીધા હતા

આંખોની અદાથી ખુબ જ લોકપ્રિય બનેલી પ્રિયા પ્રકાશને સુપ્રિમે રાહત આપી છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે આંખ મારવી એ અશ્લિલતા નથી. મલયાલમ ફિલ્મ ‘ઓસ અદ્યાર લવ’માં પ્રિયા પ્રકાશ એક ગીત માં ‘મલયાળ માલેયાની પીઓવી’માં તેના બોયફ્રેન્ડ સામે આંખોના ઇશારાથી વાત કરે છે. અને તેની આ અખીયો ગોલી મારે વાળી અદાએ સમગ્ર યુવાધનને મંત્ર મુગ્ધ કરી દીધું હતું જો કે આ ગીતમાં ઇસ્લામ અંગે કોઇ અચુક ટીપ્પણી હોવાની પણ વાત સામે આવી હતી અને પ્રિયા પ્રકાશ વિરુઘ્ધ ફરીયાદ પણ થઇ હતી જેને પગલે હવે સુપ્રિમ કોર્ટે પ્રિયા પ્રકાશને કલીન ચીટ આપી છે. અને કહ્યું છે કે આંખ એ અશ્લિલતા નથી અને તેને કોઇ ધર્મ સાથે સાંકવી જોઇએ નહીં.

Advertisement

સીજેઆઇ દીપક મીશ્રા અને ન્યાયામુર્તિ એ.એમ. ખાનવિલ્કર અને ડી.વાય.ચંદ્રચૂડની બેંચે જણાવ્યું હતું કે આ ગીતના ચિત્રાંકનને કારણે અભિનેતા અભિનેત્રી, અને ફિલ્મના દિગ્દર્શક કે નિર્માતા વિરુઘ્ધ કોઇ એફઆઇઆર કે ફરીયાદ નોંધવી શકાય નહી કેમ કે આ ગીતમાં કંઇ ક ખોટુ નથી. અને તે કોઇ ચોકકસ સમુદાય ની વિચાર ધારાને પણ કેસ પહોચાડતું નથી.

આઇપીસી કલમ ૨૯૫ એ મુજબ એવું ફરીયાદ હતી કે આ ગીત દ્વારા લોકોની ધાર્મિક લાગણીઓને ઉશ્કેરવામાં આવી રહી છે અને આવી લાગણીઓને ઉશ્કેરવા બદલ ત્રણ વર્ષની જેલની સજા થઇ શકે છે. જો કે પ્રિયા પ્રકાશના આ ગીતમાં કોઇપણ પ્રકારની અશ્લિલતા નથી અને તેનાથી કોઇ ગુનો બનતો નથી. અને આમા કોઇપણ ધર્મનો ઉલ્લેખ નથી.

ઉલ્લેખનીય છે કે પ્રિયા પ્રકાશનું આ ગીત ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ લોન્ચ થયું હતું સોશ્યલ મીડીયામાં જ લોન્ચ થયેલા આ ગીત અને પ્રિયા પ્રકાશને રાતો રાત ફેમસ બનાવી દીધા હતા પ્રિયા પ્રકાશ સામે થયેલી ફરીયાદના સામે તેના વકીલ હરીશ બીઅરનજીને તેલગણાના વકીલ એસ ઉદય સાગરે કોર્ટની સુનાવણી બાદ જણાવ્યું કે આ અંગેની ફરીયાદ અનઅધિકૃત છે.

વધુમાં પદમાવત અને ક્રિકેટર એમએસધોની ને લગતા તેના ચુકાદાને ટાંકીને ખંડપીઠે જણાવ્યું કે સર્વોચ્ચ અદાલતે ધાર્મિક લાગણીઓ ને અત્યાચાર કરવાના ઇરાદાપૂર્વક અને ધર્મના અપમાનના સ્વરુપ પર ભાર મુકયો છે. જેમાં આંખ મારવી સાથે અભિનેત્રીનો સમાવેશ પણ થાય છે તે નિંદાત્મક છે અને આંખ મારવી તે કોઇ અશ્લિલતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.