Abtak Media Google News

૮૦ના મોત, ૩૨૫થી વધુ ઘાયલ: તંત્ર દ્વારા તપાસ: આતંકી હત્યાની શંકા: ભારતીય દૂતાવાસનો સ્ટાફ સુરક્ષિત: સુષ્મા સ્વરાજ

વિશ્ર્વભરના દેશોમાં દિન-પ્રતિદિન આતંકવાદનો ખતરો વધી રહ્યો છે. ભારતીય સેના દ્વારા સર્ચ ઓપરેશનમાં આતંકવાદી સંગઠન હિજબૂલનો કમાન્ડર તાજેતરમાં જ ઠાર મરાયો છે. બ્રિટનમાં પણ આતંકી હુમલામાં ૨૫થી વધુ મોત થયા હતા ત્યારે આજે ફરી વખત અફઘાનિસ્તાનમાં કાબૂલમાં આવેલ ભારતીય દૂતાવાસ પાસે બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ બાદ ભારે નાસભાગ મચી ગઈ હતી. બ્લાસ્ટમાં ૮૦ના મોત તેમજ ૩૨૫થી વધુ ઘાયલ થયા હતા.

Advertisement

આતંકી પ્રવૃતિઓ વિરુઘ્ધ એકજુથ થઈને લડવા માટે પ્રધાનમંત્રી મોદી દ્વારા વારંવાર કહેવાતું આવ્યું છે. ભારત માં તો અવાર-નવાર આતંકીઓ રીતે વિવિધ સંગઠનો રચીને તેમના કૃત્યને અંજામ આપતા હોય છે. દેશમાં મહાનગરો સહિત ગુજરાતમાં આતંકવાદી ઘુસ્યા હોવાની માહિતી મળતા ઉપરા-ઉપર એલર્ટ જાહેર કરીને તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી રહી છે. ત્યારે દેશભરમાં દહેશતનો માહોલ ફેલાયો છે. બ્રિટનમાં પણ હુમલા બાદ તપાસના ચક્રો ગતિમાન કરી દેવાયા છે. તેમજ અમેરીકન પ્રમુખ ટ્રમ્પે પણ આતંકવાદ મામલે મુસ્લિમ દેશોને ચેતવણી આપી હતી. આ તમામની વચ્ચે અફઘાનિસ્તાનમાં કાબૂલ ખાતે આવેલ ભારતીય દૂતાવાસ પાસે બોમ્બ બ્લાસ્ટ થયો હોવાની ખબર મળતા આ પણ એક આતંકી કૃત્ય હોવાની શંકા સેવાઈ રહી છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આ અંગે તપાસ કરી હતી. આ હુમલા અંગે અફઘાનિસ્તાનની સેના અને તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આ બોમ્બ બ્લાસ્ટમાં ૮૦ના મોત થયા હતા.તેમજ ૩૨૫થી વધુ ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટ આતંકી કૃત્ય છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ મૃતકોની ઓળખ માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઘટના બાદ કાબૂલના ભારતીય દૂતાવાસ પાસેના હુમલા બાદ આ વિસ્તારના તેમજ આસપાસના વિસ્તારોમાં દહેશત ફેલાઈ જવા પામી હતી. તેમજ ઘટના બાદ બોમ્બ બ્લાસ્ટ કઈ રીતે થયો તે જાણી શકાયું ન હતું પરંતુ આ મામલે તપાસ માટે તંત્ર કામે લાગી ગયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.