Abtak Media Google News

ન્યુયોર્ક, બોસ્ટન સહિત ૩૦ મોટા શહેરોમાં તાપમાન માઈનસ ૬ થી નીચે: ૨૭૦૦ ફલાઈટો રદ: બરફના થર ઓગાળવા કવાયત

અમેરીકામાં બરફના તોફાને હાહાકાર મચાવ્યો છે. ઉતરપૂર્વ અમેરિકામાં બરફની ચાદર છવાઈ ગઈ છે. ૧૦૦ કિ.મી. કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. કેનેડાનું નાએગ્રાફોલ થ્રીજી ગયું છે.

૨૭૦૦ ફલાઈટો રદ કરાઈ છે. ૧૭ લોકોના મોત થઈ ચુકયા છે. આ બધું ‘બોમ્બ સાયકલોન’ ફાટયો તેના લીધે છે. કેરોલીનામાં બરફ ઓગાળવા માટે ૧૭૦૦૦ ટન મીઠાનો છંટકાવ કરાયો છે.અત્યારે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં હિમવર્ષાનો ૩૦ વર્ષનો રેકોર્ડ તુટી ગયો છે. જોકે ૧૩૩ વર્ષમાં સૌથી વધુ હિમવર્ષા થઈ રહી છે.માત્ર અમેરીકા જ નહીં યુરોપમાં ‘બોમ્બ સાયકલોન’ ફાટયો છે.

ન્યુયોર્ક, લંડન, બોસ્ટન સહિત ૩૦ મોટા શહેરોમાં તાપમાન માઈનસ ૬ થી નીચે છે. કેનેડામાં માઈનસ ૧૪ ડિગ્રી છે. અમેરીકી રાજય પેનિસલ્વેનિયા, બોસ્ટન, ફલોરિડા, નોર્થ કેરોલિના, વર્જિનિયામાં ઈમરજન્સી લાગુ કરાઈ છે. સૌથી ઠંડા ઓપાહો, નેબ્રાસ્કા રહ્યા જયા તાપમાન માઈન્સ ૩૫ છે. તોફાન ઈંગ્લેન્ડ તરફ જઈ રહ્યું છે. ૧૯૮૪ બાદ આ સ્થિતિ પ્રથમવાર બની છે.ન્યુયોર્કમાં સ્કૂલો બંધ છે. ૮ ઈંચ હિમવર્ષા થઈ છે.

બરફ કાપવા માટે ૨૨૦૦ મશીનો તૈનાત કરાયા છે. ૩૦૦૦ લોકોને લગાવાયા છે.જે બરફ પર મીઠું છાટે છે તેનાથી વાહનો લપસવાનું જોખમ ઘટે છે. શું તમને ખબર છે ? ૧૭૦૦૦ ટન મીઠુ ૩.૪ હજાર કરોડ કિલો બરફ ઓગાળે છે!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.