Abtak Media Google News

પાંચ દિવસીય વિદેશ યાત્રામાં વડાપ્રધાન બન્ને દેશોમાં અનેક કરારો કરશે

વડાપ્રધાન મોદી આગામી ર૯મી મેથી જુન સુધી સિંગાપુર અને ઇન્ડોનુશિયાના પ્રવાસે જઇ રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન બન્ને દેશો સાથે અનેક મહત્વપૂર્ણ કરારો કરવાની સામે સાગરમાલા પ્રોજકટને બુસ્ટર ડોઝ આપનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

પાંચ દિવસની વિદેશી યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદી પહેલી વખત સિંગાપોરમાં સોગરીલા ડાયલોગ અન્વયે ચાવીરુપ ભાષણ આપનાર પહેલા ભારતીય વડાપ્રધાન બનશે ૧લી જુનનાં રોજ તેઓ આ મહત્વપૂર્ણ ભાષણ આપશે.

વડાપ્રધાન મોદીનાં આ ભાષણમાં ઇન્ડો પેસેફીક ક્ષેત્રમાં સરકારને લઇ મહત્વનાં મુદાઓ ઉઠાવવામાં આવશે ઉપરાંત ભારતમાં સાગરમાલા પ્રોજેકટ વિશે પણ વડાપ્રધાન મોટી પોતાના પ્રવચનમાં વણી લેનાર હોવાનું સતાવાર સુત્રો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોટી ઇન્ડોનેશીયાની પ્રથમ વખત સતાવાર મુલાકાતને જઇ રહ્યા છે. આ અગાઉ તેઓએ સીંગાપુરે યાત્રા કરી છે ત્યારે પાંચ દિવસમાં વિદેશી પ્રવાસમાં બન્ને દેશો સાથે મહત્વપૂર્ણ કરારોની સાથે સાગર માલા પ્રોજેકટ પણ આગળ વધી શકે તેમ હોવાનું વિદેશમંત્રાલયમાં સૂત્રોએ અંતમાં ઉમેર્યુ હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.