Abtak Media Google News

પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ બ્રાઝિલ હવે બેલ્જિયમ સાથે ટકરાશે

બ્રાઝિલે મેકિસકોને ર-૦ થી કચડીને ફિફા વર્લ્ડ કપની કવોટર ફાઇનલમાં પ્રવેશ્યું છે. જયારે મેકિસકો સતત ૭મી વખત રાઉન્ડ ૧૬માં હારીને વર્લ્ડ કપમાંથી ફેંકાઇ ગયું છે. બ્રાઝિલનો સ્ટાર ખેલાડી નેમાર પાંચમી મિનીટમાં જ ત્રાટકયો હતો. પરંતુ મેકિસકોના ગોલકીપર ગુઇલેમોએ બોલ કેચ કરી લીસધો હતો. ૧૧મી મિનીટમાં મેકિસકના ઝેવીયર હર્નાડેઝે તક મેળવી પરંતુ બ્રાઝિલના ડિફેન્ડર મિરાંડા અને થિયાગો સિલ્વાએ તેને સફળ થવા દીધો નહત. ૧૧મી મીનીટમાં મેકિસકોના ઝેવીયરે તક મેળવી હતી બીજો હાફ પુરો થાય એ પહેલા બ્રાઝિલના કોચે ફિલીપ કોટિન્હોના સ્થાને સબસ્ટીટયુટ તરીકે ફર્મિનોને ઉતાર્યો. કોચનો દાવ સફળ રહ્યો અને ફર્મિનોએ ૮૮ મી મીનીટમાં નેમારની મદદથી બ્રાઝીલ માટે બીજો ગોલ કરીને ટીમને ૨-૦ ની લીડ અપાવી દીધી. ઇન્જરી ટાઇમમાં પણ મેકિસકો કોઇ ગોલ કરી શકયું ન હતું. પાંચમી વખતની વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલન ટીમ ફીફા વર્લ્ડ કપના રાઉન્ડ ૧૬માં પ્રવેશી ચુકી છે.

નેમારના પ૧મી મીનીટના ગોલની મદદથી બ્રાઝીલે જીત મેળવી છે. મેકિસકોએ બ્રાઝિલને સમગ્ર મેચ દરમ્યાન કાંટાની ટકકર આપી હતી અને બ્રાઝિલની મજબુત ટીમ સામે બીજા હાફમાં મેકિસકો ટકકર ઝીલી શકયું ન હતું. તો બ્રાઝિલે બીજા હાફમાં બે ગોલ કરીને વર્લ્ડ કપનો રોમાંચ જાળવી રાખ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.