Abtak Media Google News

બ્રિટનના લેખક કાજુઓ ઇશિગુરોને વર્ષ 2017નું લિટરેચર નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે.. આ પહેલાં કેમેસ્ટ્રી માટે 2017નું નોબેલ પ્રાઇઝ બાયોકેમેસ્ટ્રીમાં ક્રાયો-ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી ડેવલપ કરવા માટે સ્વિત્ઝર્લેન્ડના વૈજ્ઞાનિક જૈક ડુબોશે, જર્મનીના જોઆકિમ ફ્રેંક અને સ્કોટલેન્ડના રિચર્ડ હેન્ડરસનને આપવામાં આવશે. ફિઝિક્સ માટે 2017નું નોબેલ પ્રાઇઝ ગ્રેવિટેશનલ વેવ્સ સાથે જોડાયેલા કામ માટે જર્મની અને અમેરિકાના ત્રણ વૈજ્ઞાનિકોને આપવામાં આવશે. તેઓના નામ રાયનર વીસ, બૈરી સી બૈરિશ અને કિપ એસ. થોર્ન છે આજે  તેની જાહેરાત કરવામાં આવી.તેઓએ લેઝર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ આબજર્વિટી (LEGO)ના ક્ષેત્રમાં કામ કર્યુ છે. તેઓને ઇનામ તરીકે 90 લાખ સ્વીડિશ ક્રોન (અંદાજિત 7.25 કરોડ રૂપિયા) આપવામાં આવશે. ઇનામની રકમનો અડધો હિસ્સો રાયનર વીસને આપવામાં આવશે, જ્યારે અડધા હિસ્સાના બે બરાબર ભાગ બૈરિશ અને થોર્નની વચ્ચે વહેંચવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.