Abtak Media Google News

ઝોન-ર વિસ્તારમાં ગુનાઓનું ડિટેકશન  ખુબ ઝડપી થયું: ડી.સી.પી. મનોહરસિંહ

શહેર પોલીસ તમામ પ્રકારની ઘટનાઓને પહોંચી વળવા સુસજજ હતી, એવી કોઇ ગંભીર દુર્ઘટના ન સર્જાય કે તેના રાજયવ્યાપી પડઘા પડયા હોય

મનોહરસિંહ જાડેજા – ડીસીપી. ઝોન-ર એ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯માં કાર્યરત સમગ્ર ટીમ વર્ષ ૨૦૧૫ના મઘ્યથી જ રાજકોટ ખાતે કાર્યરત હતી જેના કારણે ટીમ રાજકોટ શહેરથી અવગત હતી. વર્ષ ૨૦૧૯માં રાજકોટ પોલીસ તમામ પ્રકારની ઘટના માટે સુસજજ હતી પરંતુ એવી કોઇપણ ઘટના બની નથી જેના પડઘા રાજય વ્યાપી હોય.

વર્ષ ૨૦૧૯ની સંવેદનશીલ ઘટનાઓ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે સૌ પ્રથમ તો ખેડુત આંદોલન સમયે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે નહી અને તો લો એન્ડ ઓર્ડર જળવાઇ રહે તેવી રીતે પોલીસે કામ કર્યુ. એ સિવાય આશરે ૨-૩ ક્રાઇમ થયા જેમાં પોલીસે ઝડપી ડિસ્કેશન કર્યુ. તેમણે વધુમાં તેમના ઝોન વિશે જણાવતાં કહ્યું હતું કે રાજકોટના ઝોન-ર માં વર્ષ ૨૦૧૮ની સરખામણીએ ખુબ ઝડપી ડિટેકશન થયા છે અને અન્ય શહેરોની સરખામણીમાં રાજકોટમાં તમામ પ્રકારના ગુન્હામાં ઝડપી કાર્યવાહી કરી ગુન્હો ડીટેકટ કરવામાં આવ્યો છે.

તેમણે વર્ષ ૨૦૧૯ ના અનુભવ વિશે જણાવતાં કહ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવ્યા બાદ શહેરમાં ફરજ બજાવવી એ મારા માટે નવો અનુભવ છે. રાજકોટ શહેરમાં જયારે વી.આઇ.પી. મુવમેન્ટ વધુ હોય તે દરમિયાન કામગીરીનો તવો અનુભવ મળ્યો ઉપરાંત મોટા શહેરમાં ટ્રાફીકની સમસ્યા રહેતી હોઇ ત્યારે એ પણ એક નવો અનુભવ મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.