Abtak Media Google News

ખાનગીકરણના સશક્તિકરણથી જ ભારતના વિકાસનો તખ્તો તૈયાર!

આત્મનિર્ભર ભારત નિર્માણ માટે આર્થિક અને વહીવટી સુધારા માટે યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરના લક્ષ્યને સાધવા માટે શરૂ થયેલી કવાયતમાં સરકારના વહીવટી તંત્રમાં ગતિશીલતા માટે વિવિધ ક્ષેત્રના વિભાગોમાં પ્રવર્તતી બાબુશાહીની સીથીલતાને દૂર કરવા માટે સરકારે કમરકસી છે અને બાબુઓની જેમ જ ખાનગી નિષ્ણાંતોને રાષ્ટ્ર નિર્માણ માટે ઉપયોગમાં લેવા ખાનગીકરણને વધુ સુદ્રઢ બનાવાઈ રહ્યું છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશના વિકાસમાં અને ખાસ કરીને અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્રના યોગદાનને વધુ સુદ્રઢ બનાવવા તરફ નિર્દેશ આપ્યો છે. ખાનગી ક્ષેત્રની પ્રતિભાઓ અને ખાસ કરીને યુવા કૌશલ્ય અને બુદ્ધિધનને દેશના વિકાસમાં વધુને વધુ ઉપયોગ કરવા માટે ખાનગીકરણના રસ્તાને વધુ વિસ્તૃત બનાવવાનું આયોજન કર્યું છે. દેશ માટે સંપતિ ઉભી કરવી પણ જરૂરી છે. સમૃધ્ધિ ઉભી થશે તો તેનું વિતરણ થશે. કેવી રીતે નાણા ગરીબો સુધી પહોંચે, કેવી રીતે રોજગારીનું નિર્માણ થશે ? તેવા સવાલ ઉઠાવીને વડાપ્રધાને જણાવ્યું હતું કે, જો જાહેર ક્ષેત્રને મહત્વ આપવામાં આવશે અને ખાનગી ક્ષેત્રના સહયોગને વધુ વેગ આપવામાં આવશે તો દેશની અનેક સમસ્યાનો ઉકેલ આવશે.

માત્ર સનદી અધિકારી બાબુઓ પર જ આ બધી જવાબદારી છે, આઈએસ અધિકારીને ખાતરનું ખારખાનું, કેમિકલની પેઢીઓ ચલાવવામાં જોતરી દેવાના, ત્યારબાદ તેમને વિમાન ઉડાવવામાં પણ જોતરવાના, દેશના વહીવટમાં સનદી અધિકારીઓ ઉપયોગ સારી રીતે કરવો જોઈએ. અધિકારીઓ પણ આપણામાંથી જ છે અને યુવાનોને આ માટે આગળ વધારીને વહીવટની તકો આપવી જોઈએ.

ખાનગીકરણના વ્યાપક વિસ્તારથી ખાનગી ક્ષેત્રના કૌશલ્યને વહીવટી ક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવવો જોઈએ. અત્યારે સરકાર પાસે બધુ જ કરવાનો સમય છે. દુનિયા બદલાઈ રહી છે, આપણે સમૃધ્ધ બનવા માટે સમૃધ્ધિનું આદર્શ વિતરણ અને રોજગારી ઉભી કરવા માટે શું કરવું જોઈએ તે નક્કી કરવું જોઈએ. આપણે બાબુઓને જ દેશના સંચાલનમાં જોતરી રાખવાના જો ભારતમાં ખાનગી ક્ષેત્રના ઉપયોગથી વિકાસને વેગ મળતો હોય તો ખાનગી ક્ષેત્રનો વિકાસ અવશ્ય કરવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાનગી ક્ષેત્રના વિકાસની હિમાયત કરી જણાવ્યું હતું કે, દેશ બદલાઈ રહ્યો છે. ખેડૂતોને મદદરૂપ થવું જ જોઈએ પરંતુ આંદોલનજીવીઓ જેલમાં રહેનારાઓની હિમાયત કરતા હોય તો તે કેમ આવકાર્ય ગણવું.

વડાપ્રધાને જણાવ્યું કે, આપણે ખાનગી ક્ષેત્રને અવગણી ન શકીએ, માત્ર ભૂતકાળમાં મત મેળવવા માટે કરવામાં આવતી રાજનીતિ હવે છોડવી જોશે. ખાનગીકરણથી દેશ નબળો નહીં મજબૂત બને તે સ્વીકારવું જોઈએ. અત્યારે વિશ્ર્વ બદલાઈ રહ્યું છે ત્યારે ભારતને પણ બદલાવવું જ જોશે. ખાનગીકરણમાં સશક્તિકરણથી ભારતનો વિકાસ શક્ય છે તે સમજી લેવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.