Abtak Media Google News

લોકોના જાન માલના રક્ષણ માટે લગાડવામાં આવેલા સીસી ટીવી કેમેરા માત્ર ઇ-મેમો વસુલવા માટેનું સાધન બનતા વકીલ મંડળ દ્વારા દાદ મંગાઇ’તી

અબતક, રાજકોટ
રાજકોટ સહિત રાજ્યભરમાં પ્રજાના રક્ષણ માટે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનો દુરુપયોગ વાહન ચાલકો પાસેથી પેન્ડિંગ ઇ મેમોના નામે પોલીસ દ્વારા થતા ગેર કાયદે ઉઘરાણા અટકાવવા યુવા લોયર્સ એસોસિએશન ફરી મેદાનમાં આવ્યું હોય તેમ પોલીસના ગેરકાયદેસરના ઉઘરાણા રોકવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે રાજ્યભરમાં સી.સી.ટી.વી કેમેરાઓ નાખવાનો ઉદેશ લોકોના જાનમાલના રક્ષણ કરવા માટે અને ગેરકાયદેસર પ્રવૃતીઓ, દબાણો અટકાવવા માટે હતો પરંતુ આ સી.સી.ટી.વી. કેમેરાઓનો ઉપયોગ ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને હેરાન પરેશાન કરી અને ખુબ જ મોટા સમાધાન શુલ્કના નામે મેમો આપીને ટ્રાફીક પોલીસ ડીપાર્ટમેન્ટ ધ્વારા બંધારણીય અધીકારોનો ભંગ થાય તેવી અન્યાયી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જે અંગે યુવા લોયર્સ એસોસિએશન ધ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી અને જે અંગે લોકોના અનેક મુદાઓની રજુઆત પ્રજાજનોમાંથી સંસ્થા પાસે આવી હતી. જેથી યુવા લોયર્સ ધ્વારા આવેદનપત્ર વડાપ્રધાન, મુખ્યમંત્રી, કલેકટર, અને કમીશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઈમેમા સંદર્ભે સંસ્થા ધ્વારા ગત વર્ષે ઝુંબેશ ચલાવવામાં આવી હતી. રાજકોટની અદાલતમાં ફોજદારી રાહે અને દીવાની રાહે પણ કેસ દાખલ કરી પોલીસ તંત્ર ધ્વારા ઈ-મેમો(નોટીસ) સંદર્ભે કરવામાં આવતી કાર્યવાહીને પડકારવામાં આવી છે જે અદાલતમાં ન્યાયીક નીર્ણય માટે પેન્ડીંગ છે. ટ્રાફીક પોલીસ તંત્ર ધ્વારા છેલ્લા ઘણા સમયથી મોટા શહેરોમાં જયારથી સી.સી.ટી.વી. કેમેરા નાખવામાં આવેલ છે ત્યારથી વાહનચાલકોને અને મોટરકાર ચાલકોને એનકેન પ્રકારે કાયદાની કલમોનું ખોટું અર્થઘટન કરી ભયમાં રાખવા માટે ખોટા ઈમેમો ઈસ્યુ કરવામાં આવી રહ્યા છે અને જે ઈ મેમોમાં કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવી રહેલ નથી. પેન્ડીંગ

યુવા લોયર્સ દ્વારા બાકી ઇ-મેમાની રકમ ન વસુલવા ઉચ્ચ અધિકારીઓની રજુઆત

ઈમેમોની 2કમ જો કોઈ વ્યકિત ધ્વારા ન ભરવામાં આવેતો તેની સામે પોલીસ તંત્ર ધ્વારા અદાલતમાં સમય મર્યાદામાં કેસ દાખલ ક2વો જોઈએ અને અદાલત કાર્યવાહી કરી શકે પરંતુ રાજકોટ પોલીસ તંત્ર ધ્વારા આજદીન સુધી પેન્ડીંગ ઈમેમોની રકમ સંદર્ભે એક પણ કેસ રાજકોટની ટ્રાફીક કોર્ટમાં દાખલ કરવામાં આવેલ નથી. અને માત્રને માત્ર સ્થળ ઉપર વાહન ચાલકોને વાહન ડીટેઈન કરવાની ધમકી આપી મોબાઈલમાં 2કમ બતાવી 2કમ ભરવા ધમકી આપવામાં આવે છે. પોલીસ તંત્ર ધ્વારા કોઈપણને લેખીત નોટીસ આપવામાં આવતી નથી અને ફોનમાં અને રૂબરૂ પેન્ડીંગ નાણાંની ઉઘરાણી કરવામાં આવે છે તે ગેરકાયદેસર છે અને કાયદાથી વિપરીત છે.

આ સમસ્યાનું નીરાકરણ લાવવા રાજકોટ યુવા લોયર્સ એસોસિએશન દ્વારા ફરીવાર ટૂંક સમયમાં ઉચ્ચસ્તરે સરકારમાં રજુઆત કરવામાં આવનાર છે. ગેરકાયદેસર પોલીસના ઉઘરાણા સામે યુવા લાયર્સના પ્રમુખ કિરીટ નકુમ, ક્ધવીનર હેમાંશુ પારેખ, અજય પીપળીયા, નિવીંદ પારેખ, હર્પીલ શાહ, દીપ વ્યાસ, કિશન વાલ્વા, અમીત ગડારા, નીલ શુકલ, ખોડુભા સાકરીયા સહિતના એડવોકેટ ફરી મેદાનમાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.