Abtak Media Google News

ખેડૂતના પ્રશ્નોને વાચા આપી આપદાને અવસરમાં બદલતી મોદી સરકાર: ચેતન રામાણી

ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી અને સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન ચેતનભાઇ રામાણીએ અખબારી યાદીમા જણાવતા કહ્યુ હતુ કે, કેન્દ્રમાં ભાજપ સ્થાપીત નરેન્દ્રભાઈ મોદી સરકાર ખેડૂતો તેમજ ખેતી માટે અનેકવિધ પગલાઓ લઇને ખેડૂતોને નુકસાનીમાથી ઉગારવાનો તેમજ નફો વધારવાના સ્ત્રોતની યોજનાઓની નાની-મોટી જાહેરાતો અવાર-નવાર કરતા હોય છે તેમજ તેને અમલમાં લાવવા માટે પણ દેશની ભારતીય જનતા પાર્ટી પગલાઓ લેતી રહે છે પછી તે પાક વિમો હોય કે પાક નુકસાનીના સહાય પેકેજો હોય તેવી જ રીતે આ વખતે પણ કેન્દ્ર સરકારે ખરીફ પાક માટેના માર્કેટિંગ સત્ર 2022-23 એમ.એસ.પી. વધારાને મંજૂરી આપી છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સરકારે ખેડૂતોની વાચાને જે સમર્થન આપ્યું છે.

રામાણીએ વધુમાં જણાવતા કહ્યુ હતુ કે, મોદી સરકાર સમયસર નિર્ણય કરવામા માહિર છે ત્યારે જ ચોમાસાની શરૂઆત પહેલા જ શરૂઆતના તબક્કામાં જ એમ.એસ.પી. ના ભાવ વધારાના નિર્ણયથી ખેડૂતો નૂકસાનીથી ભયમુક્ત થઇ નફો બમણો કરવા પ્રયત્નશીલ રહેશે અને તેમને તેમની ઉપજના વળતર તરીકે પોષણક્ષમ ભાવ મળશે જેથી ગ્રામ્ય વિસ્તારનું અર્થતંત્ર ફરી ધબકતુ થઇ મજબુત થશે. કારણ કે, સમગ્ર દેશના ખેડૂતોને થતા ઉત્પાદન ખર્ચ કરતા ઓછામાં ઓછા 50% ના ઉંચા સ્તરે એમ.એસ.પી. નિર્ધારીત કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે. જેમા આંકડાકીય વિગત આપુ તો, બાજરી માટે 85, તુવેર માટે 60, અડદ માટે પ9, સુર્યમુખી બિજ માટે પ6, સોયાબીન માટે 53 અને મગફળી માટે પ1 % જેટલો ટેકાના ભાવમાં વધારે કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.