સુજલામ સુફલામ યોજનાને લઇને આજે મુખ્યમંત્રી સવારે જૂનાગઢ બાદ દ્વારકા આવી પહોંચ્યા હતા. વિજયભાઇએ દ્વારકાધીશને શીશ ઝુકાવી સારા વરસાદ માટે પ્રાર્થના કરી હતી. વિજયભાઈ એ કહ્યું હતું કે, સુજલામ સુફલામના કાર્યક્રમમાં આવવાનું મને જે સદભાગ્ય પ્રાપ્ત થયું અને એના કારણે અને પબુભા વિરમભા માણેકે જે પુરુષોત્તમ મહિનામાં જે ભાગવત સપ્તાહ અને ધાર્મીક કાર્યો કર્યા છે એ માટે તેમને અભિનંદન આપું છું અને ભગવાન દ્વારકાધીશના દર્શન મને થયા એ માટે મારી જાતને ધન્યતા અનુભવું છું.ગુજરાતના મુખ્યમંત્રીએ દ્વારકાના બરડીયા ગામમાં ચાલતા તળાવના કામોની સમીક્ષા કરી હતી.

33378143 1938489749537269 9095487792183508992 nગુજરાતના 13000 તળાવો ઊંડા કરવામાં આવી રહ્યા છે. 32 જેટલી મૃત નદીઓને ફરીથી જીવંત કરવામાં આવી છે. જામનગરના જોડીયા ગામમાં દરીયાનું પાણી મીઠુ કરવાનો રૂ. 800 કરોડના ખર્ચે પ્લાન્ટ નાખવામાં આવી રહ્યો છે. જેની ટેન્ડર પ્રક્રીયા પૂરી થઇ ગઇ છે અને આ પ્લાન્ટની સફળતા બાદ અન્ય જગ્યાએ આવા પ્લાન્ટ નાખવામાં આવશે.ગુજરાત ના 115 જેટલા ડેમોને નર્મદા સાથે જોડવામાં આવ્યા છે. જેથી ગુજરાત ના ખુણેખુણામાં પાણી પહોચાડી શકાય.

123456 7(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.