Abtak Media Google News

સોમવારે ૧૨:૩૯ કલાકના શુભ વિજય મુહૂર્તે નામાંકનપત્ર દાખલ કરાશે: જંગી જાહેરસભા

ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી ૮૯ બેઠકો માટે આગામી ૯ ડિસેમ્બરના રોજ યોજાનારા પ્રથમ તબકકાના મતદાર માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ મંગળવાર હોય. કેન્દ્રીય નાણામંત્રી અને ગુજરાત વિધાનસભા ચૂંટણીના ભાજપના કેન્દ્રીય ઈન્ચાર્જ અરૂણ જેટલીની ઉપસ્થિતિમાં સોમવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના ભાજપના ઉમેદવારો ફોર્મ ભરશે.રાજકોટ શહેરની ત્રણ અને ગ્રામ્યની એક બેઠકો માટે હજી સુધી ભાજપ દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી નથી. આવતીકાલ સુધીમાં નામની જાહેરાત કરી દેવામાં આવશે અને સોમવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીની ઉપસ્થિતિમાં રાજકોટની ચારેય બેઠકો માટે ભાજપના ઉમેદવારો ફોર્મ ભરશે.બહુમાળી ચોક સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ અહીં એક જંગી જાહેરસભા યોજવામાં આવશે.ત્યારબાદ ભાજપના ઉમેદવારો પોતાનું ફોર્મ રજુ કરશે. મંગળવારથી ચૂંટણી પ્રચારનો ધમધમાટ પુરજોશમાં ચાલુ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.