Abtak Media Google News

પૂ.શંકરાચાર્યનું ચાતુર્માસપૂર્વે સ્વાગત કરશે

ગુરુપૂર્ણીમાના દિનથી શારદામઠના શંકરાચાર્ય સ્વ‚પાનંદ સરસ્વતીજી મહારાજના દ્વારકા ખાતે ચાતુર્માસ વ્રતાનુષ્ઠાન શ‚ થઇ રહ્યા હોય ૦૮મીના શનીવારે ગુજરાતની પ્રજા તરફથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારકા ખાતે પધારી પૂ.શંકરાચાર્ય મહારાજનું સ્વાગત કરશે.

મુખ્યમંત્રીના પ્રસ્તાવીત દ્વારકા યાત્રામાં શનીવારે વહેલી સવારે મીઠાપુર એર-સ્ટ્રીપ ખાતે આવશે જ્યાં જિલ્લાના વહીવટી તંત્ર તેમજ જિલ્લાના આગેવાનો દ્વારા વિજયભાઇનું સ્વાગત કરવામાં આવશે. બાદમાં રોડ માર્ગે દ્વારકાધીશ મંદિરે પધારશે. જ્યાં દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના સભ્ય દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવશે. બાદમાં શારદામઠ ખાતે પધારી શ્રી દ્વારકાધીશની ધ્વજાજીનું પૂજન કરી ઠાકોરજીના દર્શન તથા જગતમંદિરના શિખરપર નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યારબાદ શંકરાચાર્યશ્રી સ્વ‚પાનંદ સરસ્વતીજી મહારાજશ્રી સાથે મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત થતા સત્સંગ યોજાનાર છે.

દ્વારકા યાત્રાધામમાં જોવાલાયક સ્થળોનું ગણતું અને તાજેતરમાં નિર્માણ પામેલ ગોમતી ઘાટ તથા લક્ષ્મીનારાયણ પંચનદતીર્થને જોડતો સુદામા સેતુની પણ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી મુલાકાત લેનાર છે. સુદામા સેતુની તેમની ટૂંકી મુલાકાત દરમ્યાન ગોમતી નદીના સામા કાંઠે આવેલ પૌરાણિક મહત્વ ધરાવતા લક્ષ્મીનારયણ પંચનદતીર્થ તેમજ પાંડવો સમયના પાંચ કુવા વિગેરે ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લેવામાં આવનાર છે.

દ્વારકા નગરપાલીકા દ્વારા ગત રવીવારે મુખ્યમંત્રીની પ્રસ્તાવીત દ્વારકા યાત્રા સબંધે સ્વાગત-સુશોભના વિગેરે મુદ્ે પાલીકા પ્રમુખ નીલાબેન ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને મળેલી મીટીંગીમાં નક્કી કરાયા મુજબ નગરપાલીકા દ્વારા મુખ્યમંત્રીના સ્વાગતમાં ‚ક્ષ્મણી મંદિરથી તથા અન્ય સંસ્થાઓના બેનર્સ લગાડવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર દ્વારકા શહેરને પણ સુશોભિત કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી પંચકુઇ વિસ્તારની પણ મુલાકાત લેનાર હોય પંચકુઇ પાસે યાત્રીકોને બેઠક માટે બાંકડા પણ નાખવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.