Abtak Media Google News

એક તરફ ભારત જ્યાં મોટી જનસંખ્યા છે. પણ રોજગારીને લઈને કોઈ મોટી સમસ્યા નથી. બીજી તરફ ચીન છે. જ્યાં જનસંખ્યાને લઈને હવે અનહદ પીડા શરૂ થઈ છે. અહીં રોજગારીનો પ્રશ્ન એટલો વિકટ બન્યો છે કે લોકો દેશ છોડવા મજબુર બની રહ્યા છે.

આ દિવસોમાં ચીન-વિયેતનામ બોર્ડર પર લાખો ચીનાઓની ભીડ છે, આ તમામ ચીનાઓ વિયેતનામ જવા માંગે છે.  તેનું કારણ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીમાં વ્યાપક ભ્રષ્ટાચાર, સરકારની નીતિઓમાં વિરોધાભાસ છે, જેના કારણે હજારો દેશી અને વિદેશી કંપનીઓ ચીન છોડીને વિયેતનામ જઈ રહી છે, જેના ચીનમાં બેરોજગારોનું પૂર આવ્યું છે.

ચીનમાં લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી છે, તેઓએ જીવવા માટે કામ કરવું પડશે જે તેમને ચીનમાં નથી મળી રહ્યું.  એટલા માટે લાખો ચાઈનીઝ વિયેતનામ છોડીને ભાગી રહ્યા છે.  અહીં તેમને કામ આસાનીથી મળી રહ્યું છે અને રહેવાનું સસ્તું છે, ખાદ્યપદાર્થો અને બજાર બંને ચીનની સરખામણીમાં ખૂબ સસ્તા છે.  બંને દેશોની વાનગીઓ અને સંસ્કૃતિ લગભગ સરખી છે, તેથી વિયેતનામ ચીનીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે.

તે જ સમયે, ચીનમાં આ દિવસોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે.  વર્ષ 2022માં 4 લાખ 60 હજાર ચાઈનીઝ કંપનીઓ નાદાર થઈ ગઈ, નિષ્ણાતોના મતે આ કંપનીઓ માટે ગત વર્ષ મુશ્કેલ હતું, પરંતુ આ વર્ષે મુશ્કેલીઓ વધુ વધવાની છે.  ચીનના ઉપભોક્તા આંકડાઓ પર એક નજર કરીએ તો છેલ્લા એક વર્ષમાં 45 મિલિયન લોકો ટીટી કેબ ટેક્સી સર્વિસનો ઉપયોગ કરતા ઘટીને માત્ર 10 મિલિયન થઈ ગયા છે. આ 75 ટકાનો મોટો ઘટાડો છે.  સી-ટ્રિપટ્રાવેલ ઓનલાઈન એપ્લિકેશન પર 2 કરોડ 60 લાખ લોકો હતા જે ઘટીને માત્ર 60 લાખ થઈ ગયા છે.  તે 75 ટકાનો ઘટાડો પણ દર્શાવે છે, જે સમજાય છે કે આ દિવસોમાં બહુ ઓછા લોકો કામ માટે મુસાફરી કરી રહ્યા છે.

શોપિંગ મોલમાં મોબાઈલની નોંધણી કરાવનારા લોકોની સંખ્યામાં એક તૃતીયાંશનો ઘટાડો થયો છે.  આ સંખ્યા 30 લાખથી ઘટીને માત્ર 10 લાખ રહી.  આનો અર્થ એ છે કે લોકો પાસે તેમની જરૂરિયાતો માટે ખરીદવા માટે પૈસા પણ બચ્યા નથી.  આટલા આંકડા એ કહેવા માટે પૂરતા છે કે ચીનમાં લોકોની આર્થિક સ્થિતિ દુર્દશાનો શિકાર છે.

ઓછા પગારવાળા ચાઈનીઝ લોકો કામની શોધમાં વિયેતનામ જઈ રહ્યા છે.  તેમાંથી 1.3 મિલિયન લોકો ફરી ચીન પરત ન જવા માટે વિયેતનામ જઈ રહ્યા છે, ચીનની અર્થવ્યવસ્થા સતત નીચે પડી રહી છે, જેની પાછળ 3 વર્ષના કડક કોરોના લોકડાઉન અને પશ્ચિમથી અલગ રહેવાની નીતિ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.