Abtak Media Google News

૧,૩૦,૦૦૦ મકાનોને નુકશાન

ચીનના દક્ષિણ પશ્ર્ચિમે સિચુઆન પ્રાંતમાં આવેલો નેશનલ પાર્ક ગઇકાલે ૬.૫ ની તીવ્રતાના ભૂકંપથી ખળભળી ગયો હતો. આ ભૂકંપમાં ૧૦૦ લોકોના મોત નિપજયા હોવાની દહેશત છે. જયારે ૮૮ લોકોને સામાન્ય તથા રર લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાળવા મળે છે. ૧,૩૦,૦૦૦ મકાનોને નુકશાન થયું છે.

Advertisement

સિચુઆન પ્રાંચના ઉત્તર પશ્ર્ચિમ ગ્વાંગયુવાનની પશ્ર્ચિમ દિશામાં ભૂકંપનું કેન્દ્ર ૩ર કી.મી.ના  ઉડાણમાં છે. ભૂકંપના કારણે અનેક ઇમારતોને નુકશાન થયું છે. મૃતકોમાં મોટા ભાગના પર્યટકો છે. હાલ ભૂકંપમાં માર્યા ગયેલાઓનો વાસ્તવિક આંકડો મળી શકયો નથી. વર્ષ ૨૦૦૮માં પણ આ વિસ્તારમાં ભૂકંપના કારણે અનેક લોકોના મોત નિપજયા હતા.

ભૂકંપના પગલે ૬૦૦ થી વધુ ફાયર ઓફીસરો રાહત અને બચાવ કામગીરીમાં તૈનાત કરાયા આ પ્રવાસન સ્થળે ૩૮,૦૦૦ થી વધુ પ્રવાસીઓની હાજરી હતી. ભૂકંપની વ્યવહારો પોરવાતા ફસાયેલા પ્રવાસીઓને તાપણા કરી રાત વિગતવાની ફરજ પડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.