Abtak Media Google News

ભયભીત મોદી સરકાર પાસે હવે જીએસટીના દર ઘટાડવા સિવાય અન્ય કોઇ વિકલ્પ રહ્યો નથી તેમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે આજે જણાવ્યું હતું.

Advertisement

 

તેમણે ટ્વિટર પર વધુમાં જણાવ્યું હતું કે આવતા મહિને ગુજરાતમાં થનારી વિધાનસભા ચૂંટણીને કારણે સરકારને વિરોધ પક્ષો અને નિષ્ણાતોની સલાહને માનવાની ફરજ પડી છે.જીએસટીનો દર ૨૮ ઘટાડીને ૧૮ ટકા કરવાનો બોધ પાઠ મોડે મોડે પણ સરકારે લીધો ખરો. જે કામ સંસદે ન કર્યું તે ગુજરાતની ચૂંટણીએ કરી બતાવ્યું.

કોંગ્રેસ શાસિત રાજ્યોન મુખ્યપ્રધાનોએ નાણા પ્રધાન જેટલીને લખેલા પત્રોને કારણે પણ જીએસટી કાઉન્સિલને જીએસટીના દરો ઘટાડવાની ફરજ પડી છે.

કોંગ્રેસ નેતાએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર જીએસટી કાઉન્સિલમાં વિરોધ પક્ષોની અવગણના કરી શકે તેમ નથી કારણકે કાઉન્સિલમાં કોંગ્રેસ શાસિત રાજ્યોના નાણા પ્રધાનો પણ હાજર હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.