Abtak Media Google News

યુવાન સીડી પરથી પડી જતા અજાણ્યા શખ્સોએ મજાક ઉડાવતા થઈ માથાકૂટ

શહેરમાં રાજેશ્રી ટોકીઝમાં ગઈ કાલે સાંજના સમયે મશ્કરી કરવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી હતી. જેમાં મહિલા સહિત ચાર લોકો ઘવાતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના છેવાડે જામનગર રોડ પર આવેલા પરાપિપડિયા ગામે એકતા સોસાયટીમાં રહેતા રાહુલ વનીભાઈ ભટ્ટી (ઉ.વ.25) તેની પત્ની સોનલબેન રાહુલભાઈ ભટ્ટી (ઉ.વ.20), તેનો ભાઈ કરણ વનીભાઇ ભટ્ટી (ઉ.વ.17) અને સાળો દિલીપ હસમુખભાઈ સોલંકી (ઉ.વ.30) એમ ચારેય ગઇ કાલે રાત્રીના રાજેશ્રી થિયેટરમાં આદીપુરુશ મૂવી જોવા ગયા હતા.તે દરમિયાન ઇન્ટરવલમાં રાહુલ ભટ્ટી વસ્તુ લેવા માટે ગયો હતો અને પોતે સીડી પરથી લપસી જતાં પડ્યો હતો.

ત્યારે સામે ઊભેલા અજાણ્યા શખ્સોએ તેની મસ્તી કરીને જોર જોરથી હસવા લાગ્યા હતા. જેથી રાહુલે ટપારતા સામેવાળા લોકોએ માથાકુટ કરી માર માર્યો હતો.તે દરમિયાન રાહુલના ભાઈ કરણ, તેની પત્ની સોનલ અને સાળો દિલીપ તેને છોડાવવા જતા સામેવાળા શખ્સોએ તેમને પણ માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી થિયેટરમાં બઘડાટી બોલાવનારા સામે કાર્યવાહી કરવા માટે તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.