Abtak Media Google News

મહાશિવરાત્રિના પર્વને અનુલક્ષીને

મેયર ડો.પ્રદિપ ડવ અને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે લીધી રામનાથ મહાદેવ મંદિરની મુલાકાત

અબતક-રાજકોટ

રામનાથ મહાદેવ શહેરીજનોનું ખૂબ જ આસ્થાનું સ્થાન છે. મહાશિવરાત્રિના દિવસે રામનાથ મંદિરે ખુબ જ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. જેના અનુસંધાને મંદિરની આજુ બાજુ વ્યવસ્થિત પાર્કિંગ થઈ શકે તેમજ તાજેતરમાં જ ડિમોલેશન થયેલ જગ્યાએ સોલીંગ કરી સી.સી.કરવામાં આવેલ છે તેમજ ગ્રીલ પણ નાખેલ છે. રામનાથ મહાદેવ મંદિરની આજુ બાજુ સાફ સફાઈની કામગીરી અંતર્ગત સ્થળ મુલાકાત લેતા મેયર ડો. પ્રદીપ ડવ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, આ સ્થળ મુલાકાત સમયે વોર્ડ નં.7ના કોર્પોરેટર વર્ષાબેન પાંધી, સિટી એન્જીનિયર કોટક, પર્યાવરણ અધિકારી નિલેષભાઈ પરમાર, મહામંત્રી રાજુભાઈ મુંધવા, ડે. એન્જીનિયર પટેલિયા, સ્થાનિક અગ્રણી જીતુભાઈ મહેતા, સંદિપભાઈ ડોડીયા, જે.પી.ધામેચા, વિજયભાઈ ચાવડા, રમેશભાઈ પંડ્યા, કિરીટભાઈ પાંધી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મંદિરની નદીની સફાઈ, મંદિર પરિસરની તેમજ બાજુમાં આવેલ ઘાટની સફાઈ, ડી.ડી.ટી. છંટકાવ તેમજ મંદિરની સુરક્ષાને ધ્યામાંના રાખીને પરિસર તેમજ પાર્કિંગ વિસ્તારમાં કેમેરા લગાડવા, આ ઉપરાંત નજીકના દિવસોમાં રામનાથ મહાદેવનું ભવ્ય મંદિર નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે તેમ મેયર ડો.પ્રદિપ ડવ તેમજ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલએ જણાવ્યું હતું. આ ઉપરાંત મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિતે શહેરમાં આવેલ તમામ દેવોના દેવ મહાદેવના મંદિરની સાફ સફાઈ કરવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને તાકીદ કરેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.