Abtak Media Google News

જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદ પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રીય થતા રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ રાજ્યમાં ઉત્તર ભારત તરફથી આવતા પવનોના લીધે ઠંડીમાં વધારો થતા તાપમાન પણ નીચું જશે. જો કે આજે રાજ્યભરમાં તાપમાનનો પારો એક થી બે ડિગ્રી જેટલો પટકાયો છે. અમદાવાદનું 15.5, નલિયાનું 9 જયારે રાજકોટનું 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

29 ડિસેમ્બરથી હવાનું હળવું દબાણ ઉભુ થશે જેને લઈ ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો તથા કચ્છમાં કમોસમી વરસાદ સંભાવના

ઉત્તરના પવનોના કારણે ઠંડી વધશે તેમજ બર્ફીલા પવનોના કારણે જાન્યુઆરીમાં ઠંડી પડશે. વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે અને ઉત્તર ભારતના રાજ્યોમાં કમોસમી વરસાદથઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, અરબ સાગરમાં બની રહેલી સીસ્ટમના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે. 29 ડિસેમ્બરથી હવાનું હળવું દબાણ ઉભુ થશે જેને લઈ ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો તથા કચ્છમાં કમોસમી વરસાદ સંભવાના છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ સંભવના છે.

આગામી દિવસોમાં જ અરબ સાગર, બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. બંગાળની ખાડી, અરબ સાગરનો ભેજ ભેગો થશે. 29 ડિસેમ્બર આસપાસ અરબ સાગરમાં સિસ્ટમ બનશે. જેની અસરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠું થવાની આશંકા છે. ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 5 જાન્યુઆરી સુધીમાં પણ ગુજરાતમાં માવઠાની આશંકા છે. 14 જાન્યુઆરી આસપાસ પણ માવઠું મકરસંક્રાંતિ માટે વિલન બનશે. નવા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીના 15 દિવસમાં જ બે બે ખતરનાક માવઠાની વકી છે. જાન્યુઆરીમાં પોણા ભાગના ભારતમાં વાતાવરણ પલટાશે.

નવા વર્ષના પ્રથમ પખવાડિયે જ માવઠાની આગાહી

અરબ સાગરમાં ભેજના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થાય તેવી શક્યતા છે. અરબ સાગરનો ભેજ અને બંગાળના સાગરનો ભેજ, બે પરિબળ હવામાનના પલટા માટે કારણભૂત રહેશે. આ ઉપરાંત દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં કરા સાથે વરસાદ કે ભારે હિમવર્ષા થશે. જમ્મુ કાશ્મીર, હિમાચલ, હરિયાણા અને દિલ્હીના ભાગોમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. કોઈ જગ્યાએ તાપમાન 0 ડિગ્રીથી માઇન્સમાં જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.