Abtak Media Google News

15મી જૂન 2023થી પ્રવેશ મેળવનાર તમામ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને લાભ થશે: હવે ચાર વર્ષની સ્નાતક ડિગ્રી લેનાર વિધાર્થીઓને અનુસ્નાતક માટે એક જ વર્ષ ભણવું પડશે

કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની યુનિવર્સિટીઓમાં કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક લાગુ કરાશે .રાજ્યની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટી, કોલેજોમાં કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક લાગુ કરવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ અંગેની માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુંકે  હવેથી જે વિદ્યાર્થીઓ ચાર વર્ષની સ્નાતક ઓનર્સ/રીસર્ચ ડીગ્રી મેળવશે, તેમણે પોસ્ટ ગ્રેજયુએટ ડીગ્રી માટે માત્ર એક જ વર્ષ અભ્યાસ કરવાનો રહેશે તા.15મી જૂન 2023થી પ્રવેશ મેળવનાર તમામ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને લાભ થશે

Advertisement

રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-24થી ફરજીયાતપણે કરવાનો રહેશે નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાતની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટી, કોલેજ તથા માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક દાખલ કરવા સંદર્ભે આજે કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્કની અમલવારી થકી તા.15મી જૂન 2023થી પ્રવેશ મેળવનાર તમામ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને લાભ થશે. શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભે વિસ્તૃત ઠરાવ બહાર પાડવામાં આવશે. જેનો રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-24થી ફરજીયાતપણે કરવાનો રહેશે.

હવેથી જે વિદ્યાર્થીઓ ચાર વર્ષની સ્નાતક ઓનર્સ/રીસર્ચ ડીગ્રી મેળવશે, તેમણે પોસ્ટ ગ્રેજયુએટ ડીગ્રી માટે માત્ર એક જ વર્ષ અભ્યાસ કરવાનો રહેશે તેમ પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યુ છે. ઋષિકેશ પટેલે વધુ વિગતો આપતા કહ્યુ કે, એનઈપી-2020ની વિવિધ જોગવાઇઓમાંથી એક કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્કને સુદ્રઢ બનાવવા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પ્રતિ સેમેસ્ટર 22 ક્રેડીટનું માળખું નક્કી કરવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓ ત્રણ વર્ષના અંતે કુલ 132 અને ચાર વર્ષના અંતે કુલ 176 ક્રેડીટ પ્રાપ્ત કરી શકશે.

વિદ્યાર્થીઓ બાસ્કેટમાંથી વિવિધ વિષયો પસંદ કરી શકશે

અત્યારે વિધાર્થીઓને કોલેજ-યુનિવર્સિટીઓમાં વિષયના જે માળખા છે, તે નિયત સ્વરૂપમાં જ પસંદગી આપે છે પરંતુ હવે, નવી શિક્ષણ નીતિમાં આ મર્યાદા દૂર થશે. વિદ્યાર્થીઓ, પોતાની પસંદગી અનુસાર વિવિધ વિષયો નિયત બાસ્કેટમાંથી કે અન્ય યુનિ.ના વિષયોના બાસ્કેટમાંથી પસંદગી કરી શકશે.

ચાલુ સત્રથી જ શૈક્ષણિક સંસ્થાઓમાં અમલવારી

શૈક્ષણિક સંસ્થાઓમાં 2023-24થી ફરજિયાત અમલ

તમામ સૂચનો ધ્યાનમાં લઈ શિક્ષણ વિભાગ શૈક્ષણિક વર્ષ 2023-24માં કોમન કરીક્યુલમ અને ક્રેડીટ ફ્રેમવર્કનો સરકારી ઠરાવ બહાર પાડવામાં આવશે ત્યારબાદ તેના અમલીકરણ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર પણ જાહેર કરવામાં આવશે. જેનો અમલ ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વર્ષ 2023-24થી ફરજિયાતપણે કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.