Abtak Media Google News
  • સારા ભાવો મળતા ખેડુતો ગોંડલ યાર્ડ તરફ વળ્યા

ગોંડલ માકેટીંગ યાર્ડમાં હાલ ધાણાની મનમોહક સોડમ પ્રસરી રહી છે. બારમાસી મસાલા ભરવાની સિઝન શરુ થતાં યાર્ડમાં વિવિધ જણસીની આવક થવા પામી છે. એક જ દિવસમાં ધાણાની દોઢ લાખ ગુણીની આવક થવા પામી હતી. સારા અને પોષણક્ષમ ભાવો મળવાના કારણે રાજયભરના ખેડુતો ગોંડલ યાર્ડ તરફ વળ્યા છે.

સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ રહી છે ત્યારે માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા ધાણા અને ધાણીની આવક શરૂ કરાતા દોઢ લાખ ગુણની મલક આવક નોંધાઈ હતી યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે ખેડૂતોને ધાાણો ભાવ રૂ.1,000 થી રૂ 2176 મળ્યા હતા જ્યારે ધાણીના ભાવ રૂપિયા 1100 થી રૂપિયા 3250 મળ્યા હતા ધાણા ધાણી અને વિવિધ મસાલાની ખરીદી માટે સમગ્ર દેશભર માંથી અને મસાલા કંપનીઓમાંથી ખરીદારો આવી રહ્યા છે જેના પરિણામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.