Abtak Media Google News

અંબાજી માતાના દર્શન કરી દેશ-ગુજરાતની સુખાકારી-સમૃદ્ધિની પ્રાર્થના કરી

અબતક, રાજકોટ

ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલે ગિરનાર પર્વત સ્થિતમાં અંબાના ભાવપૂર્વક દર્શન કરી માતાજીની પૂજા અર્ચના અને આરતી કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે દેશ અને ગુજરાતની સુખાકારી-સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. સી.આર.પાટીલ ઉડન ખટોલાના માધ્યમથી માં અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓએે ગરવા ગિરનારના અફાટ સૌંદર્યને રસપૂર્વક  નિહાળ્યું હતું.

જૂનાગઢ ગિરનાર ઉપર પ્રથમ વખત યાત્રાને અવિસ્મરણીય ગણાવતા  સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રવાસન-પર્યટન ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે. પર્યટન સ્થળોએ અધ્યતન સુવિધાઓ વિકસાવવામાં આવી છે. જેનો લાભ યાત્રાળુ અને પર્યટકોને મળી રહ્યો છે. ખાસ કરીને આ વિસ્તારમાં આધ્યાત્મિક વિરાસતની સાથે પ્રાકૃતિક સૌંદર્ય ભરપૂર છે. આ સાથે ગિરનાર પર્વત પર એશિયાનો સૌથી મોટો રોપ વે નિર્માણ થવાથી આવનારા સમયમાં આ સ્થળ એક આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે ઉભરી આવશે. અંતમાં  સી.આર.પાટીલે જણાવ્યું હતું કે , દર વર્ષે 12 લાખ શ્રદ્ધાળુઓના રોપ વેના માધ્યમથી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે મંદિર પરિસરનો વિકાસ પણ એટલો જ જરૂરી બન્યો છે.

જેમાં રાજ્ય સરકારના મંત્રી  દેવાભાઈ માલમ,પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા,સાંસદ રાજેશભાઈ ચુડાસમા,જીલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલ,પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, સંગઠનના પ્રભારી  ધવલભાઈ દવે,ધારાસભ્ય  જવાહરભાઈ ચાવડા, નેશનલ કૃષિ બેંકના ચેરમેન  ડોલરભાઈ કોટેચા,પ્રદેશના મંત્રી  રઘુભાઈ હુંબલ, પ્રદેશના મંત્રી  જવાહરભાઈ ઠક્કર,સાવજ દૂધ સંઘના ચેરમેન દિનેશભાઈ ખથારીયા, જુનાગઢ શહેરના પ્રમુખ  પુનિતભાઈ શર્મા,જુનાગઢના મેયર  ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર  ગીરીશભાઈ કોટેચા ઉપસ્થિત રહ્યા હતા.મંદિર ટ્રસ્ટ દ્વારા પૂજારીઓએ માતાજીની ચુંદડી પ્રસાદી રૂપ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.