• ઇડીએ શેરબજારમાં કરેલ 580 કરોડ રૂપિયાની સિક્યુરિટી જપ્ત કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મહાદેવ એપ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તાજા દરોડા પાડીને દુબઈ સ્થિત હવાલા વેપારી પાસેથી રૂ. 580 કરોડથી વધુની કિંમતની સિક્યોરિટી હોલ્ડિંગ્સ, રોકડ અને રૂ. 3.64 કરોડની કિંમતી ચીજવસ્તુઓ જપ્ત કરી છે. સૌથી મોટી વાત તો એ છે કે ક્રિકેટ સટ્ટા માંથી જે રૂપિયો આવે છે તેને હવાલા મારફતે દુબઈ મોકલાય છે અને ત્યારબાદ તે રકમ શેર બજારમાં ફાલવવામાં આવે છે. આ સાથે જ સરકારને ખૂબ મોટી નુકશાની વેઠવી પડે છે. ત્યારે મહાદેવ એપ હવાલામાં ક્રિકેટ સત્તાના રૂપિયા શેર બજારમાં ઠાલવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થયું છે અને તેના ઉપર ઇડીએ તવાઈ પણ બોલાવી છે.

ઈડીએ 28 ફેબ્રુઆરીએ કોલકાતા, ગુરુગ્રામ, દિલ્હી, ઈન્દોર, મુંબઈ અને રાયપુરમાં વિવિધ જગ્યાઓ પર દરોડા પાડવાની શરૂઆત કરી હતી.  મહાદેવ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીની એપમાં ઇડીની તપાસમાં છત્તીસગઢના ઘણા ઉચ્ચ કક્ષાના રાજકારણીઓ અને અમલદારોની કથિત સંડોવણીના સંકેત મળ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે એજન્સીએ આ કેસમાં હવાલા બિઝનેસમેન હરિશંકર તિબ્રેવલની ઓળખ કરી છે.  તે કોલકાતાનો રહેવાસી છે પરંતુ હાલમાં દુબઈમાં રહે છે.  તેણે મહાદેવ એપના પ્રમોટરો સાથે ભાગીદારી કરી અને કથિત ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ સકાઇ એક્સચેન્જની માલિકી અને સંચાલન પણ કર્યું.  અધિકારીઓએ જણાવ્યું હતું કે તિબ્રેવલ પાસે 580.78 કરોડ રૂપિયાની સિક્યોરિટીઝ ઇડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડામાં એજન્સીએ 1.86 કરોડ રૂપિયા રોકડ અને 1.78 કરોડ રૂપિયાની કિંમતી વસ્તુઓ જપ્ત કરી છે.  આ કેસમાં ઇડીએ અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ કરી છે.  એજન્સીએ અગાઉ કહ્યું હતું કે મહાદેવ એપ દ્વારા કથિત ગેરકાયદેસર નાણાંનો ઉપયોગ છત્તીસગઢમાં રાજકારણીઓ અને અમલદારોને લાંચ આપવા માટે કરવામાં આવ્યો હતો, જ્યાંથી એપના મુખ્ય પ્રમોટર અને અન્ય લોકો આરોપી છે.  ઇડીએ આ કેસમાં અત્યાર સુધીમાં બે ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં કથિત ગેરકાયદે સટ્ટાબાજી અને ગેમિંગ એપના બે મુખ્ય પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ સામે પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.  આ કેસમાં અગાઉ પણ અનેક દરોડા પાડવામાં આવ્યા હતા. ઇડી અનુસાર, આ કેસમાં અપરાધમાંથી અંદાજિત આવક 6,000 કરોડ રૂપિયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.