કાગડા બધે કાળા…ચાઈનામાં પણ ભૂમાફીયાના બાપ બેઠા છે..!

અબતક, રાજકોટ

કાગડા બધે ય કાળા હોય તેમ ચીનમાં પણ ભૂમાફિયા ના બાપ બેઠા હોય તેમ દેશની મોટી ગણાતી એવર ગ્રાન્ટ રિયલ એસ્ટેટ કંપનીએ લોકો પાસેથી ૩૦૦ પ્રોજેક્ટના પૈસા ઉઘરાવી સવા સાડા સાત હજારકરોડ ઉઘરાવી હાથ ઊંચા કરીને પ્રોજેક્ટ બંધ કરી દેતા ના અર્થતંત્રને ઝટકો લાગી જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

વિશ્વની કેટલીક મોટી રિયલ એસ્ટેટ કંપનીઓ પૈકીની ચીનની એવર ગ્રાન્ડ રીયલ એસ્ટેટ કંપની છેલ્લા કેટલાક સમયથી નાણાભીડ માં ફસાઈ ગઈ છે અને સાડા સાત હજાર કરોડ ના દેવામાં ઊતરી ગયેલી કંપનીએ ૮૦૦ જેટલા ચાલુ પ્રોજેક્ટ બંધ કરી દેતા લાખો ગ્રાહકોના પૈસા ફસાઈ ગયા છે અને તેની અસર અર્થતંત્ર પર પડે તેવા સંજોગો ઉભા થઇ ગયા છે દાયકાઓથી ચીનમાં દસકો ભોગવતી એવર ગ્રાન્ડ, મલ્ટી પરપઝ કંપની મિનરલ વોટર ઇલેક્ટ્રોનિક કાર ઉપરાંત બાંધકામ ક્ષેત્રે પણ દબદબો ધરાવે છે ચીનના અબજોપતિ જુ-જીયાન દ્વારા સ્થાપિત બ્રાન્ડ કંપની નેવૈશ્વિક મંદી અને બદલાયેલી પરિસ્થિતિને લઈને આર્થિક સંકળામણ ઊભી થઈ છે.

નાણાભીડ નિવારવા કંપનીએ કેટલીક અસ્ક્યામતો વેચવા પણ કાઢી છે પરંતુ તેનું વેચાણ થતું નથી અત્યારે ૮૦૦ જેટલા પ્રોજેક્ટ અધૂરા છોડી દેવાથી ૧૨ લાખ લોકો તે ભરેલા પૈસા ડૂબી જવાની સ્થિતિ આવી ગઈ છે હવે આ કંપનીને બચાવવા માટે સરકારી સહાયની દિશા તરફ મીટ મંડાઇ છે ચીનની આ મહાકાય કંપની ફડચામાં જતા ભક્ત પરમ એ પણ ધક્કો લાગે તેવા સંજોગો ઊભા થયા છે લોકોના ફસાયેલા પૈસા ની ભરપાઈ અને લોકોનો વિશ્વાસ જાળવી રાખવા સરકાર માટે પડકાર ઉભો થયો છે તેવી પરિસ્થિતિમાં હવે આ કંપનીને બેઠી કરવા માટે વિદેશી મૂડીરોકાણ છૂટ આપવાની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે જોકે વર્તમાન પરિસ્થિતિને જોઇને એવર ગ્રાન્ડ ને બચાવવા માટે પણ ભંડોળ આપે એવું કોઇ નથી ચીનની મોટી કંપનીની આ પરિસ્થિતિએ અર્થતંત્રને હચમચાવી દીધું છે.