Abtak Media Google News

કોરોનાના કહેરથી ક્રૂડનું બજાર તૂટી ગયુ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ 21 વર્ષના તળીયે પહોંચી ગયો છે. જ્યારે ભારતીય વાયદા બજારમાં ક્રૂડનો ભાવ ૧૬૭૨ રૂ. પ્રતિ બેરલ એટલે કે રૂ. ૧૦.૫૧ પ્રતિ લીટર સુધી થઈ ગયો છે.

આવતા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ  ઘટાડો થશે. એક બેરલમાં ૧૫૯ લીટર ક્રૂડ હોય છે. આ પ્રકારે ૧ લીટર ક્રૂડનો ભાવ દેશમાં રૂ. ૧૦.૫૧ લાકિઅ થયો છે. બ્રીન્ટ ક્રૂડના મે ના કોન્ટ્રાકટમાં પાછલા સત્રથી ૩.૨૧ ડોલર એટલે કે ૧૧.૧૭ ટકાના ઘટાડા સાથે ૨૫.૫૨ ડોલર પ્રતિ બેરલ પર ભાવ સ્થિર થયો  હતો.

આ પહેલા બ્રિન્ટનો ભાવ ૨૫.૩૩ ડોલર પ્રતિ બેરલ સુધી ઘટયો હતો જે ૨૦૦૩ બાદનુ સૌથી નીચલુ સ્તર છે. નાઈમેકસ પર ભાવ ૪.૪૭ ડોલર ઘટી ૨૨.૮૬ ડોલર થયો હતો. બજારના જાણકારોના કહેવા મુજબ કોરોનાને કારણે ક્રૂડની માંગ ઘટવાથી ઓઈલ બજારમાં ઘટાડો થયો છે. આગામી દિવસોમાં હજુ પણ ભાવો ઘટે તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.