Abtak Media Google News

ભારતની પ્રથમ લકઝરી ક્રુઝ લાઈન સર્વિસનો આગામી તા.૧લી ઓકટોમ્બરથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. મુંબઈ અને ગોવા વચ્ચે આ સર્વિસની શરૂઆત થશે તેવી જાહેરાત કેન્દ્રીય શીપીંગ મીનીસ્ટર નિતીન ગડકરીએ કરી છે.

મુંબઈ બંદર ખાતે ક્રુઝ લાઈન માટે ટર્મીનલ વિકસાવવાના હેતુથી શીપીંગ મીનીસ્ટ્રીએ રૂ.૧૦૦૦ કરોડ ફાળવ્યા છે. આગામી તા.૧લી ઓકટોમ્બરથી મુંબઈથી ગોવા વચ્ચે લકઝરી ક્રુઝ લાઈન સર્વિસનો પ્રારંભ થશે. હાલ દેશમાં ૮૦ ક્રુઝ લાઈનર છે. આગામી ૫ વર્ષમાં ૯૫૦ ક્રુઝ લાઈનર વસાવવાનો વિચાર સરકાર કરી રહી છે.

પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સરકાર અનેક પ્રોત્સાહન આપે છે જેના અનુસંધાને ક્રુઝ ટુરીઝમ અને તરતી હોટેલ પ્રત્યે પ્રવાસીઓને આકર્ષીત કરવા સરકારે તૈયારી કરી છે. મુંબઈથી ગોવા વચ્ચેની પ્રથમ લકઝરી ક્રુઝમાં ૫૦૦ લોકોને સમાવિષ્ટ કરવાની ક્ષમતા હશે. અહીં ઉલ્લેખનીય છે કે, સરકારે રૂ.૮૦૦ કરોડની ફાળવણી બોટ વસાવવા માટે કરી છે.

ભારતનો વિશાળ દરિયાકાંઠો પ્રવાસન ક્ષેત્રને વિકસાવવા માટે અતિ મહત્વનો બની ગયો છે. સરકારે ક્રુઝ બોટ, હોટેલ અને દરિયાઈ જીવસૃષ્ટિ પ્રત્યે લોકોને આકર્ષિત કરવા માટે અનેકવિધ યોજનાઓ ઘડી કાઢી છે. જેના ભાગરૂપે આગામી તા.૧ ઓકટોમ્બરથી મુંબઈથી ગોવા વચ્ચે દેશની સૌપ્રથમ ક્રુઝ લાઈન સર્વિસ શરૂ થવા જઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.