Abtak Media Google News

રત્નકલાકાર પિતાના સામાન્ય પરિવારમાંથી આવતા ડો. મહેશ ભાતિયાએ હોમિયોપેથી સારવારથી નિ:સંતાન પણાને દૂર કર્યુ

દામનગરના લેઉવા પટેલ સમાજના યુવાનના યુવાન તબીબને આંધ્ર પ્રદેશ સ્થિત સંસ્થા વ્રજ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

દામનગર સામાન્ય હીરાધસુ પિતા રમણિકભાઈ ગોરધનભાઈ ભાતિયાનો પુત્ર ડો મહેશ ભાતિયાએ સુરતને કર્મભૂમિ બનાવી સહજ ક્લિનિકથી તબીબી વ્યવસાય કરતા ડો મહેશના પિતા સામાન્ય હીરાધસુ અને દાદા કડીયા કામ જેવા લેબર કાર્ય કરી સંતાનને અલ્પ આવકથી તબીબી ક્ષેત્રે અભ્યાસ કરાવી ડોકટર બનાવ્યો પહેલેથી અતિ જિજ્ઞાશા વૃત્તિ કંઇક નવીનતમ કરવાની ઉદ્યમી સાહસ વૃત્તિએ  મેડિકલ ક્ષેત્રે હોમિયોપેથીક દવા મારફતેની સંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે કરેલ પ્રયાસ સફળ થતા આંધ્રપ્રદેશ સ્થિત સંસ્થા વજ્ર વર્લ્ડ રેકોર્ડ બુક દ્વારા 4 વર્ષ જૂના નિ:સંતાનપણા ના કેસમાં ફક્ત 6 મહિના હોમિયોપેથીક સારવારથી સફળતાપૂર્વક પરિણામ બદલ સિદ્ધિ ની નોંધ લીધી

અથાગ મહેનત અને શુદ્ધ ભાવના થી કરેલ કાર્ય ક્યારેય વિફલ નથી જતુ  નિ:સંતાનપણા ના આ અશક્ય કેસમાં હોમિયોપેથીક સારવારથી રીઝલ્ટ આપીને વર્લ્ડ રેકોર્ડ કરેલ છે વજ્ર વર્લ્ડ રેકોર્ડ વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ ખાતે ડો મહેશ ભાતિયા ને વિશાખાપટ્ટનમ એવોર્ડ એનાયત કરાયો હતો “ચીતરો સે આગે ઔર ભી જહાં હૈ” ડો મહેશને વૈદક જાણે વારસામાં ઉતરી આવ્યું હોય તેમ શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડ વડોદરા સ્ટેટ દ્વારા વર્ષો પૂર્વે તેમના ગરડા દાદા સ્વ વૈદ ભગવાનભાઈ તેજાભાઈ દર્દી નારાયણોની સેવા બદલ “વૈદક” આર. એમ.પીની પદવી એનાયત કરાયેલી હતી સમસ્ત  લેઉવા પટેલના સામાન્ય પરિવારના યુવાન તબીબએ નિ.સંતાન  દંપતીને સંતતિ પ્રાપ્ત કરાવી અપાવેલ સિદ્ધ બદલ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાના સૂત્રધાર અગ્રણીઓ શુભેચ્છા પાઠવી અભિવાદન કરી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.