Abtak Media Google News

શ્રેયસે એક પહાડી સ્કોર ઉભો કરી ઘણા સમયથી હારી રહેલી ટીમને જીત અપાવી

કોલકાતા નાઈટરાઈડર્સ અને દિલ્હી ડેયરડેવિલ્સ વચ્ચે રમાયેલ મેચમાં દિલ્હીએ કોલકાતાને ૫૫ રને હરાવી દીધું. આ મેચમાં દિલ્હીએ પહેલા બેટિંગ કરતાં નિર્ધારિત ૨૦ ઓવરમાં શ્રેયસ અય્યર (૯૩) અને પૃથ્વી શો (૬૨)ની વિસ્ફોટક ઈનિંગની મદદથી ૨૧૯ રન ફટકારી દીધા હતા. તે ઉપરાંત કોલિન મૂનરો ૩૩, ગ્લેન મેક્સવેલે ૨૭ રન ફટકાર્યા હતા. આમ દિલ્હીએ ચાર વિકેટના નુકશાને ૨૧૯ રનનો પહાડી સ્કોર ઉભો કરી નાંખ્યો હતો. શ્રેયસે ૪૦ બોલમાં ૧૦ સિક્સ અને ૩ ફોરની મદદથી અણનમ ૯૩ રનની કેપ્ટન ઈનિંગ રમી હતી.

દિલ્હીએ આપેલા ૨૨૦ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ કોલકાતાની શરૂઆત ખરાબ રહી હતી. કોલકાતાને શરૂઆતમાં જ ત્રણ ફટકા લાગી ગયા હતા. જેમાં ક્રિસ લિન (૦૫), રોબિન ઉથપ્પા (૦૧) અને સુનિલ નારાયણ (૨૬) રન બનાવીને આઉટ થઈ ગયા હતા.  તે ઉપરાંત કોલકાતા તરફથી દિનેશ કાર્તિક ૧૮, રસેલ ૪૪ અને શુભમ ગિલે ૩૭ રનની ઈનિંગ રમી હતી. આમ કોલકાતાએ નવ વિકેટે ૨૦ ઓવરમાં ૧૬૪ રન બનાવ્યા હતા.  દિલ્હી તરફથી અવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ, મેક્સવેલ અને અમિત મિશ્રાને બે-બે વિકેટ મળી હતી. જ્યારે કોલકાતા તરફથી શિવમ માવી, આન્દ્રે રસેલ અને પિયૂષ ચાવલાને ૧-૧ વિકેટ મળી હતી.

પાછલી ૬ મેચોમાંથી પાંચ મેચ ગુમાવી ચૂકેલ દિલ્હી ડેયરડેવિલ્સના નવા કેપ્ટન શ્રેયસ અય્યર સાથે કોલકાતા નાઈટ રાઈડર્સને મોટી હાર આપી દીધી છે.  કોલકાતાએ ટોસ જીતીને શ્રેયસને બેટિંગ આપવાનું આમંત્રણ આપ્યું હતું, જેનો ફાયદો શ્રેયસે ઉઠાવી લીધો હતો અને એક પહાડી સ્કોર ઉભો કરી ઘણા સમયથી હારી રહેલ ટીમને જીત અપાવી દીધી હતી.  આમ દિલ્હીના નવા કેપ્ટન આવતાની સાથે જ ગ્રહ બદલાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.  આ જીત સાથે દિલ્હી હવે ૭માં નંબરે આવી ગયું છે જયારે મુંબઈ ઇન્ડિયન્સ સૌથી નીચલા ક્રમે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.