પ્રથમ વખત શ્રીલંકાના સ્પિનરોએ 10 વિકેટ ઝડપી

એશિયા કપ-2023ના સુપર-4માં આજે ભારતનો શ્રીલંકા સામે 41 રને વિજય થયો છે. આ સાથે ટીમ ઈન્ડિયાનો એશિયા કપની ફાઈનલમાં પ્રવેશ થયો છે. ટીમ ઈન્ડિયા 49.1 ઓવરમાં 213 રને ઓલઆઈટ થઈ ગઈ હતી, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 41.3 ઓવરમાં 172 રને ઓલઆઉટ થતા ભારતનો વિજય થયો છે. અગાઉ ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ તરફથી એક માત્ર કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 48 બોલમાં 53 રન કર્યા હતા. જ્યારે કે.એલ.રાહુલે 39 રન, ઈશાન કિશને 33 રન, અક્ષર પટેલે 26 રન અને શુભમન ગીલે 19 રન ફટકાર્યા હતા. બાકીના તમામ ખેલાડીએ ડબલ ફિંગર સુધી પણ પહોંચી શક્યા નહતા. રોહિત શર્માએ એશિયા કપમાં સતત ત્રીજી ફિફ્ટી ફટકારી છે. તેણે નેપાળ, પાકિસ્તાન સામે પણ ફિફ્ટી ફટકારી હતી. એટલુંજ નહીં વનડેમાં 10 હજાર રન પણ પુરા કર્યા હતા.

શ્રીલંકા તરફથી દુનિથ વિલ્લાગાના 42 રન, ધનંજય ડી સિલ્વાના 66 બોલમાં 41 રન, ચરિથી અસલંકાના 22 રન, એસ.સમરવિક્રમાના 17 રન, કુશન મેન્ડિસે 15 રન કર્યા હતા. જીત ના લક્ષ્ય સાથે મેદાને ઉતરેલી શ્રીલંકાની ટીમ પણ કોઈ ખાસ સમાજ દેખાડી શકીએ ન હતી અને ટીમનો ૪૧ અને પરાજય થયો હતો ભારત તરફથી કુલદીપ યાદવ,રવિન્દ્ર જાડેજા, બુમરાહ અને હાર્દિક પંડ્યા,મહોમ્મદ સીરાજે વિકેટ ઝડપી હતી. એટલું જ નહી પ્રથમ વખત શ્રીલંકાના સ્પીન બોલરોએ કુલ 10 વિકેટો ઝડપી હતી અને બંનેની પૂર્ણ થતા સ્પીનરોએ કુલ 16 વિકેટ ઝડપી હતી અને ઇતિહાસ રચ્યો હતો.

બીજી તરફ ભારતે શ્રીલંકાને 41 રમે માતા આપી સતત 14 મો મેચ જીતવા ઉપર રોક મૂકી હતી કારણ કે છેલ્લા 13 મેચ શ્રીલંકા જીતી ગયું હતું અને જો ભારત સામે મેચ જીતા તો તે સતત 14 મો વનડે મેચ જીતી જાત પરંતુ આ રેકોર્ડ સર્જવામાં લંકાની ટીમ નિષ્ફળ રહી હતી.

ડેબ્યુ મેચમાં શ્રીલંકન બોલર દુનિથ વિલ્લાગાની 5 વિકેટ

શ્રીલંકા તરફથી બોલર દુનિથ વિલ્લાગાની બોલિંગ સામે ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. વિલ્લાગાએ 10 ઓવરમાં 1 મેડન નાખી 40 રન આપી 5 વિકેટ ઝડપી હતી, તો ચારિથ અસલંકાએ 9 ઓવરમાં 1 મેડન નાખી 28 રન આપી 4 વિકેટ ઝડપી હતી, જ્યારે મહેશ તિક્ષ્નાએ એક વિકેટ ખેરવી હતી. દુનિથ વિલાગાએ બોલિંગ ઉપરાંત બેટીંગમાં પણ કમાલ કરી હતી. વિલ્લાગાએ 5 વિકેટ ઝડપી હતી તો બેટીંગમાં તેણે 46 બોલમાં અણનમ 42 રન ફટકાર્યા હતા.

કુલદીપ યાદવ ઝડપી 150 વિકેટ લેનાર પ્રથમ ભારતીય સ્પિનર બન્યો

એશિયા કપ 2023માં હાલ સુપર 4ના મુકાબલા ચાલી રહ્યા છે. ત્યારે આ ટુર્નામેન્ટમાં અનેક નવા રેકોર્ડ પણ સ્થાપિત થયા છે જેમાં ભારતના કુલદીપ યાદવે ઝડપી 150 વિકેટ લઈ ભારતનો પ્રથમ સ્પીનર બન્યો છે જેને આ રેકોર્ડ માત્ર 88 મેચમાં જ પૂર્ણ કર્યો છે.

રોહિત શર્માએ 10 હજાર રન પૂરા કર્યા

સુપર4ના મુકાબલામાં  રોહિત શર્મા શ્રીલંકા સામે બેટિંગ કરવા મેદાન પર ઊતર્યો હતો ત્યારે તેને 10 હજારનો આંકડો સ્પર્શવા માટે માત્ર 22 રનની જરૂર હતી. રોહિતે પોતાની 241 વનડે ઇનિંગ્સ દરમિયાન 10 હજાર રન પુરા કર્યા હતા. રોહિતે અત્યાર સુધી 241 વનડે ઇનિંગ્સમાં 48.99ના સરેરાશ અને 90.19ના સ્ટ્રાઈક રેટથી 10,000થી વધુ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 30 સદી અને 50 ફિફ્ટી ફટકારી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.