Abtak Media Google News

ભારતના મિશનમુન માટે ખુબ જ મહત્વકાંક્ષી બનેલા ચંદ્રયાન-ર હાર્ડ લેડીંગના કારણે છેલ્લી ઘડીએ ઉતરાણ કરતી વખતે ક્ષતિગ્રસ્ત થવાની ઘટનાથી ચંદ્રયાન ર ની અપેક્ષિત કામગીરીમાં આઘાતજનક રીતે વિજ્ઞાનિકોની પીછેહઠ થઇ છે. પરંતુ ચંદ્રયાનના ૮ વૈજ્ઞાનિક ઉપકરણોમાંથી મોટાભાગના ઉપકરણો છેલ્લી ઘડી સુધી શરુ રહ્યા હતા. અને ચંદ્રમાંની સપાટીથી ૧૦૦ કીમી દુર સુધીના વિસ્તાર સુધી કાર્યરત રહેતા તમામ વિજ્ઞાનિક ઉપકરણોએ ૩૦મી સપ્ટે.થી ૧લી ઓકટો.ના સમયગાળા દરમિયાન સૂર્યના કિરણો અને તેમાં રહેલા ઉર્જા વલયોની એકઠી કરેલી જાણકારી વિજ્ઞાનીકોએ સૂર્ય ઉર્જાના વિવિધ પરિણામોના સંશોધન માટે ખુબ જ ઉપયોગી થશે ચંદ્રયાન-ર ચંદ્રની સંશોધન પ્રકિયાને વેગવાન બનાવવા મોકલાયું હતું.

પરંતુ વિજ્ઞાનીકો માટે ચંદ્રયાન-ર સુરજના અત્યારે માટેની નવી દિશાઓ ખોલવા નિમિત બનશે. ચંદ્રયાન-ર માં લગાવવામાં આવેલા ૮ વિજ્ઞાનીક ઉપકરણો પૈકી સોલાર એકસરે મોનીટર તેમાં રહેલી વિકિરણ્ય આવરણનું માપ અને સૂર્ય ઉર્જાના રેડીએશનના સંશોધન માટે ઉ૫યોગી બનશે. ઇસરો દ્વારા સૂર્ય કિરણની એકથી એક બેસ્ટ પંદર કે.ઇ.વી. ની ઉર્જા શ્રેણી ચંદ્રયાન-૩ ના એકસ-રે સ્પેકટમ ના આધારે સંશોધનમાં લેવાશે. સામાન્ય રીતે સોલાર સાયકલ સૂર્યથી અન્ય ગ્રહો તરફ ચાલે છે. અને તેની યાત્રા કેટલાક મહીનાની સાયકલ ધરાવે છે. ચંદ્રયાનનું એકસએસએમ સપ્ટે. ૩૦ થી ઓકટો-૧ દરમિયાનની ચંદ્ર અને સૂર્ય વચ્ચેની કિરણોની આ સફર અંગેની વિસ્તૃત માહીતી આપશે.

ચંદ્રયાનમાં લગાવવામાં આવેલા પેલોડ એકસરે એવિસેન સુર્યકિરણોની અણુ રચના તેની એકસરે પ્રિન્ય ઝડપવામાં સફળ થયું છે. સૂર્યના કિરણો ચંદ્રની સપાટી સુધી પહોચતા કયા પ્રકારના રેડીએશન તત્વો ધરાવે છે. તેની કામગીરી શું છે સૂર્યની ઉજા ભંડારમાં કયા કયા તત્વો છુટા પડીને વાતાવરણમાં ફેલાય છે. ચંદ્રયાન-ર ના પેલોડે સૂર્યથી ચંદ્ર સુધી આવતી ઉર્જાના ગુણધર્મો અને માપ દંડોનો તાગ મેળવીને વિજ્ઞાનિકો સમક્ષ સૂર્યની પ્રત્યેક કિરણની એકસરે તસ્વીર લઇને સુર્યથી નિકળેલું પ્રકાશનું કિરણ ચંદ્રમાં સુધી આવતા આવતા કઇ કઇ રીતે પ્રરાવાર્તિત થાય છે. તેની તસ્વીરી રુપરેખા વિજ્ઞાનીકોને આપી દીધી છે.

શું છે સૂર્ય કિરણની જવાબો?

બ્રહ્માંડમાં અને ખાસ કરીને પૃથ્વી જે તારા મંડળમાં અસ્તિત્વ ધરાવે છે. ત્યાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણવામાં આવે છે ઉર્જાના આ વિશાળ ભંડાર એવા સૂર્યમાંથી સતત ઉર્જાનું વહન થાય છે. સોલાર ફલેર એટલે કે સુર્ય કિરણ ના રુપમાં અગ્નિની આ જવાળાઓમાં સૂર્યની સપાટી નજીક ઘણા ઘાતક તત્વો હોય છે. સૂર્યની સપાટી આસપાસનું આ આવરણ કારોના નામે ઓળખાય છે. સૂર્યમાંથી ઉત્પન્ન થતી આ ઉર્જા અગીયાર વર્ષની વિવિધ પ્રક્રિયામાંથી પસાર થઇને સૂર્યની મુળભુત સમાટીમાંથી બહાર આવે છે આ સફર વધુ એક વરસનો પ્રવાસ કરીને સોલાર સાયકલ પુરી કરે છે. સૂર્યમાંથી નીકળતી અગ્નિ કિરણના રુપે પુરાવાતિત થવાની આપી સાયકલને સોલાર ફલેશ કહેવામાં આવે છે. સૂર્ય સતત પણે ઉર્જાનું ઉત્સર્જન કરતું રહે છે. આગની જવાળાઓમાં રહેલા વિકિરણ તત્વોને પૃથ્વીનું ઓઝોન ગાળીને જીવસૃષ્ટિ માટે ઘાતક વિકિરણોને પૃથ્વી પર આવવા દેતું નથી. અને સુર્યની જવાળા પૃથ્વીપર વિનાશકર્તા નું પોતાનું લક્ષણ છોડીને જીવન માટે ઉપયોગી બની જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.