Abtak Media Google News

રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજ્યના 33 જિલ્લાની 10879 ગ્રામ પંચાયતો માટે આગામી 19મી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. આગામી સોમવારે જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે. રાજય સરકાર દ્વારા સમરસ થનારી પંચાયતો માટે ગ્રાન્ટની રકમમાં વધારો કરવામાં આવ્યો હોય અનેક ગ્રામ પંચાયત સમરસ થાય તેવી સંભાવના જણાય રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાનું આણંદપર ગામ કે જ્યાં ગામ પંચાયત સમરસ જાહેર થઈ ચૂકી છે.

ગામલોકોએ ભેગા મળી આણંદપરના ધનરાજ દેવાભાઇ રાઠોડને સરપંચ બનાવવાનો નિર્ણય કર્યો છે. સરપંચ બનતા ધનરાજભાઈ રાઠોડ પર સમગ્ર ગામલોકોએ અભિનંદનવર્ષા કરી છે. તો સામે સમરસ થવા બદલ અને ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાં ફાળો આપવા બદલ તેમણે સભ્યોનો અને સર્વે ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો છે. આણંદપર ગામના વિકાસ માટે નીચે મુજબના સભ્યોએ ગ્રાંટમાં ફાળો આપ્યો છે.

દેવાભાઇ લક્ષ્મણભાઈ રાઠોડ- 11.51 લાખ
વિરજીભાઈ રાઘવભાઈ ડોડીયા -2.51 લાખ
મોહનભાઈ જીવાભાઈ વાઢેર -1.11 લાખ
અજીતભાઈ માંડળભાઇ વાઢેર- 51000
દેવાભાઇ વિરમભાઇ ડોડીયા- 51000
કરશનભાઈ બેચરભાઈ વાઢેર -51000
કાનજીભાઈ ભયલાભાઈ રાઠોડ -11000
માવજીભાઈ બેચરભાઈ વાઢેર -5000
દેવાભાઇ બેચરભાઈ પરમાર -11000
ધર્મેશભાઇ માવજીભાઈ પરમાર – 21000
નવદીપભાઇ નારણભાઈ ડોડીયા- 21000
માવજીભાઈ પંચાનભાઇ પરમાર- 21000
નથુ ભાઇ પંચાણભાઇ પરમાર – 21000
રામદેવ હાર્વેસ્ટર- 11000
જગદીશ ભાઈ કાનાભાઈ રાઠોડ – 21000
ખીમજીભાઈ વાલાભાઈ રાઠોડ-11111
ગંગદાસ ભાઇ નારણ ભાઈ રાઠોડ – 21000
કરશન ભાઇ નથુભાઈ ડોડીયા (ભૂવા) -11000
પંચાણભાઇ વાલાભાઈ પરમાર – 11000
સુરેશભાઈ રાઘવ ભાઇ રાઠોડ-11000
કાનાભાઈ પુંજાભાઈ સિંધવ-11000
વશરામ ભાઈ સુરાભાઈ ડોડીયા – 11000
વિભાભાઈ લક્ષ્મણભાઈ ડોડિયા – 5000
દેવજી ભાઇ વિરજીભાઈ ડોડીયા -11000
ગંગદાસ ભાઇ ગગજીભાઇ ડોડીયા – 11000
વેલજીભાઈ વિરજીભાઈ ડોડીયા -11000
અશ્વિન ભાઇ અભુભાઈ રાઠોડ – 5000
કરશનભાઈ કલ્યાણ ભાઈ પરમાર-11000
રામજીભાઈ જીવાભાઈ વાઢેર- 11000
રમેશભાઈ અભુભાઇ વાઢેર-11000
રાજેશભાઈ કાતડ- 25000
દેવદાન ભાઇ કાતડ-11000
ભુપતભાઈ સબાડ- 11000
જીલુભાઈ ગોગરા-5000
કારુભાઇ કાતડ -5000
કાનાભાઈ ભરવાડ-5000
કમસિભાઈ ભરવાડ-5000
પરબતભાઇ ફાંગલિયા -11000
જગદીશભાઈ ભરવાડ -5000
બચુભાઈ લાખાભાઇ (ગલા કાકા) -5000
રમજાન ભાઇ સંધી-11000

ટોટલ- 2071111

ઉલ્લેખનીય છે કે ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા સ્થાનિક સ્તરે મેદાન મારવા તૈયારી શરૂ થઈ ગઈ છે. આગામી વર્ષ 2022ની ચુંટણીમાં ગ્રામ પંચાયતોની આ ચૂંટણી અને તેના પરિણામો એક મોટા ફાળા તરીકે અને ગેમ ચેંજર બની રહેશે. રાજયની 10117 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી,697 ગ્રામ પંચાયતની પેટાચૂંટણી અને 65 ગ્રામ પંચાયતોની વિભાજન, વિસર્જન ચૂંટણી માટે રાજય ચૂંટણી દ્વા ગત 22મી નવેમ્બરના રોજ ચૂંટણીની તારીખનું એલાન કરવામાં આવ્યું હતુ. દરમિયાન આગામી 29મીથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે. ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો ચાર ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકશે 6 ડિસેમ્બર ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ 7 ડિસેમ્બર છે. ટૂંકમાં 7મીએ સંપૂર્ણ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે 19મી ડિસેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. અને 21મીએ મત ગણતરી હાથ ધરાવમાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.