Abtak Media Google News

9 હજારથી વધુ લોકોને પુરા ફોર્સથી પીવાનું પાણી મળશે

વોર્ડ નં.12, પુનીતનગર 80 ફુટ રોડ, શ્રીનાથજી સોસાયટી, વિનાયકનગર અને અન્ય વિસ્તારમાં રૂ. 4.87 કરોડના ખર્ચે ડી.આઈ. પાઈપ લાઈન નાખવાના કામનું ખાતમુહુર્ત શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા અને મેયર ડો.પ્રદીપ ડવના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે કોર્પોરેટર મગનભાઈ સોરઠીયા, પ્રવીણ ઠુંમર, મનસુખ વેકરીયા, દશરથસિંહ જાડેજા, મૌલિક દેલવાડિયા, ચેતન લાઠીયા, કિરણબેન દરસોડા, યોગરાજસિંહ જાડેજા, ધર્મેશભાઈ ડોડીયા, અશોક બગથરીયા, ભુપત બસિયા, સુરેશભાઈ રામણી, કાનાભાઈ મિયાત્રા, પિન્ટુભાઈ ખીમાણીયા, ધીરુભાઈ ચાવડા, યોગેશભાઈ છાયા, રાજભા જાડેજા, જીજ્ઞેશભાઈ રાજયગુરૂ, કલ્પેશભાઈ લોખીલ, ભગવાનજીભાઈ આહીર, યોગેન્દ્રસિંહ જાડેજા, મહીપતભાઈ હુંબલ, ભાવેશભાઈ ખીમાણી, મહેશભાઈ રાઠોડ, કાનાભાઈ મકવાણા, મહેશભાઈ કુવાડીયા, રાજુભાઈ ગોંડલીયા, ધીરુભાઈ રાઠોડ, જલાભાઈ મિયાત્રા, મેરાભાઈ લોખીલ, રમેશભાઈ ખાંભરા, મેહુલભાઈ ડાંગર, લાલાભાઈ મંઢ, વરુણભાઈ જલુ, સુરેશભાઈ ડાંગર, રાજભાઈ લોખીલ, કિશનભાઈ સખીયા, લખમણભાઈ ડાંગર, પિન્ટુભાઈ ખીમાણીયા, ધીરુભાઈ રાઠોડ, પુનાભાઈ ખીમાણીયાડી.આઈ. પાઈપ લાઈનના કામમાં આશરે 100 એમ.એમ થી 300 એમ.એમ. ડાયાની આશરે 16900.00 રનીંગ મીટરમાં ડી.આઈ. પાઈપલાઈન નાખવામાં આવશે. તેમજ આ વિસ્તારમાં આશરે 2000 ઘરોમાં કનેકશન આપવામાં આવશે. આ કામ થવાથી શ્રીનાથજી સોસાયટી-મવડી (પાર્ટ), વિનાયકનગર (પાર્ટ) ઈલા લોઢવિયા ક્વાટર્સ, જલારામ સોસાયટી, મધુરમ સોસાયટી, ગીરનાર સોસાયટી, ગોપાલ પાર્ક વિગેરે વિસ્તારોમાં ધીમા પાણીની ફરિયાદનો આ પ્રોજેકટનો લાભ મળશે અને આશરે 9000 જેટલા વિસ્તારવાસીઓને આ પ્રોજેકટનો લાભ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.