દીવ : ભાજપ દ્વારા જિલ્લા સંગઠનમાં પદાધિકારીઓની નિયુકિત કરાઈ

દીવ  જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા જિલ્લા સંગઠન  પદાધિકારીઓ નિયુક્ત કરવામાં આવ્યા. જેની અંદર અનસુયા કિશોરભાઈ  ને  ભાજપ મહિલા મોરચા દીવ ના પ્રમુખ તેમજ સંજુબેન  ધીરેન શાહ ને  ઉપપ્રમુખ તરીકે નિમવામાં આવ્યા છે. તેમજ હેમલતા દિનેશ સોલંકી ને જનરલ સેક્રેટરી, દિવાળીબેન રામા સોલંકીને સેક્રેટરી તરીકે નિમવામાં આવ્યા.

આ સાથે દીવ  ભાજપા યુવા મોરચાના પ્રમુખ તરીકે રવિ કાંતિલાલ પાંજની  ની નિયુક્તિ કરવામાં આવી છે તેમજ અલ્પેશ કાંતિલાલ કામલીયા, અક્ષય ચુનીલાલ હિરેન્દ્ર કુમાર ચૌહાણ, તેમજ જયદેવ યોગેશ ની વાઇસ પ્રેસિડન્ટ તરીકે નીમવામાં આવ્યા છે. તેમજ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે અબદુલભાઇ નાસીર ને નિયુક્ત કરવામાં આવ્યા. હનીફ ભાઈ સોરઠીયા, ઇકબાલ ભાઈને વાઇસ પ્રેસિડન્ટ તરીકે નીમ્યા. તેમજ પ્રદીપ વીરચંદ, અને રસિકલાલ ને ગોગલા મંડળના વાઇસ પ્રેસિડન્ટ તરીકે નીમવામાંઆવ્યા હતા.

દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બીપીન શાહે તમામ નવા પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપા ના તમામ હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા કોવીડ -૧૯ મહામારી ને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા અપાયેલા તમામ સૂચનોનું પાલન કરવામાં આવ્યું હતું. દરેકે   માસ્ક પહેરેલા હતાતેમજ સામાજિક અંતર જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.