Abtak Media Google News

પાટનગર ગાંધીનગર સ્થિતટાઉન હોલ ખાતે આજે યોજાયેલા ચેક વિતરણ સમારોહમાં રાજય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા વિકાસ કામો માટે રાજકોટ મહાપાલિકાની રૂ.૫૬.૩૧ કરોડની ગ્રાન્ટનો ચેક ફાળવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્વચ્છતા રેન્કીંગમાં દેશના ટોપ-૫૦ શહેરોમાં ૧૮મું સન હાંસલ કરવા બદલ રાજકોટનું સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, મંત્રી શંકરભાઈ ચૌધરી અને ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ આજે રાજયની આઠ મહાપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસ કામોને વેગ આપવા માટે ‚રૂ.૧૦૦૦ કરોડના ચેકનું વિતરણ કર્યું હતું. રાજકોટ મહાપાલિકા વતી મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે.મેયર દર્શિતાબેન શાહ, શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણી અને પક્ષના દંડક રાજુભાઈ અઘેરાએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજકોટને મળનાર ‚રૂ૫૬.૩૧ કરોડની ગ્રાન્ટનો ચેક સ્વીકાર્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.