Abtak Media Google News

વિશ્વમાં દર વર્ષે ૧,૫૦,૦૦૦ લોકો આપઘાત કરે છે: જંતુનાશકો પર પ્રતિબંધી પર્યાવરણ અને માનવ જીંદગી બચાવી શકાય

ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં દર વર્ષે દોઢ લાખ લોકો આત્મહત્યા કરી જીંદગી ટૂંકાવી રહ્યાં છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સંસ દ્વારા મોટાભાગના આત્મહત્યાના કિસ્સામાં ઝેરી જંતુનાશકોનો ઉપયોગ તો હોય આ જંતુનાશકો પર પ્રતિબંધ મૂકી આત્મહત્યાની ઘટનાઓમાં ઘટાડો લાવવાની સો સ્વાસ્થ્ય અને પર્યાવરણ બચાવવા પણ જ‚રી હોવાનું જણાવાયું છે.

યુકે સ્તિ પેસ્ટીસાઈડ સ્યુસાઈડ પ્રિવેન્શન દ્વારા આત્મહત્યાના કિસ્સાઓ ઘટાડવા ઝેરી જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ લાદવા માંગણી ઉઠાવી છે. બીજીતરફ કૃષિ કમિશ્નર એસ.કે.મલ્હોત્રાએ પણ માત્ર ૧૨ જંતુનાશકો જ નહીં પરંતુ અન્ય જંતુનાશકોને પણ પ્રતિબંધિત કરવા પર ભાર મુકી જણાવ્યું હતું કે, જંતુનાશકો પર પ્રતિબંધ લાદવાી માત્ર આપઘાતના કિસ્સા જ નહીં ઘટે બલ્કે લોકોનાં સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર તી પ્રતિકુળ અસરોથી બચી શકાશે.

હાલ વિશ્વમાં દર વર્ષે ૧.૫૦ લાખ લોકો આપઘાત કરી રહ્યાં છે. જે પૈકીના ૨૦ ટકા આપઘાતનાં કિસ્સાઓમાં મરનાર વ્યક્તિ ઝેરી જંતુનાશકનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. વિશ્ર્વના વિકસીત દેશોમાં ઝેરી જંતુનાશક રાસાયણીક દવાઓ ખતરા‚પ બની રહી હોવાનું પણ સમિતિ દ્વારા જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, એશિયાના ઘણા દેશોમાં જંતુનાશક દવાઓ પર નિયંત્રણ લાદવામાં આવતા આત્મહત્યાના દરમાં ઘટાડો યો છે. ૧૯૬૦ના દાયકામાં ઝેરી જંતુનાશકોનો વપરાશ શ‚ કરાયા બાદ શ્રીલંકામાં આત્મહત્યાના કિસ્સા વધતા ૧૯૮૦ બાદ જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ લાદવામાં આવતા છેલ્લા બે દાયકામાં શ્રીલંકામાં આત્મહત્યાના કિસ્સામાં ૭૦ ટકાનો ઘટાડો યો હોવાનું નોંધાયું છે.

ભારતની વાત કરીએ તો આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી બાદ અદાલતે બે જ મહિનામાં ૧૮ જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ મુકવા આદેશ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.