Abtak Media Google News

દાનને વધુમાં વધુ કેશલેસ બનાવવા સંસદીત પેનલનો મત

વધતા જતા ભ્રષ્ટાચાર લઇને હાલ સરકાર સક્રિય બની છે અને છુપાયેલું કાળુ નાણું સામે લાવવાના પ્રયાસો હાથ ધરી રહી છે. ઘણાં લોકો દાન ધર્મ કરી તેનું નાણું છુપાવી દેતા હોય તો લાખો રૂપિયા ટ્રસ્ટમાં મંદીરોમાં સંસ્થાઓમાં આપી નાણું સુરક્ષિત તો કરે જ છે., પણ પોતાનું સ્થાન પણ મેળવી લેતા હોય છે. જેના પગલે કાયદા અને કર્મચારીઓ પરની સંસદીય સ્થાયી સમીતી યોજવામાં આવી હતી જેમાં ચુંટણી સુધારાને મુદ્દે પરિક્ષણ વ્યકિતગત રોકડ દાન જેવા મુદ્દાઓ ચર્ચાના વિષયો રાખવામાં આવ્યા હતા.

તેમાં તમામ રાષ્ટ્રિય અને રાજય પક્ષોને તેમના મંતવ્યો રજુ કરવા દેવામાં આવ્યા હતા. જેનાથી ટાન્સેકસનમાં પારદર્શિતા વધારવાં વ્યકિતગત દાન રૂ.૨૦૦૦ સુધીમાં કરવામાં આવશે તો તે માન્ય છે પરંતુ તેનાથી વધુ દાન કરવામાં આવશે તો તેમને તેનો હિસાબ ચોકકસ પણે આપવો પડશે. તેઓ નિર્ણય લેવામાં આવ્યો હતો. સાંસદ સમીતીઓ મુદ્દો સામે આવ્યો હતો કે બોન્ડ દાતાઓ દ્વારા ગોપનીય દાન કરવામાં આવે છે જેની કોઇ પ્રકારનો રેકોર્ડ નથી અને ખાસ રાજકીય પક્ષો પર ‚રૂ.૨૦૦૦ થી વધુ દાન પર પ્રતિબંધ રાખવુ અનિવાર્ય છે.

પોતાની આવક છુપાવવા લોકો ગોપનીય દાન કરતા હોય છે. અને ત્યારબાદ રીટર્ન ભરતા નથી જેથી આર્થિક ફુગાવો પનપે છે. માટે રાજકીય પક્ષોના ભંડોળના સ્ત્રોતમાં પારદર્શિતા લાવવા માટે ફાઇનાન્સ બીલ ૨૦૧૭ દ્વારા વ્યકિતગત રોડક દાન આવકવેરાનાં ધારાના જોગવાઇમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી હતી. કારણ કે રાજકીય પક્ષો કાળા નાણાના દાનથી તેના ટાન્સેકશનને આસાનીથી કલીયર કરતા હોય છે. માટે તે દાન કરવું જ હોય તો તેને સંપૂર્ણપણે ‘કેશલેસ’બનાવવું જોઇએ જેથી બધાં જ ટ્રાન્સફસનના રેકોર્ડની માહીતી સેવ રહે.

મે મહીનામાં સમાન સંસદીય સમીતીએ ચુંટણી પંચે જણાવ્યું હતું કે ચુંટણીના બોન્ડની રજુઆત રાજકીય ભંડોળમાં ટ્રાન્સપેરેન્સી કરશે જેને ‘અદ્યોગામી પગલા’ તરીકે ઓળખવામાં આવશે. લોકો ચેક દ્વારા દાન ચુકવવાની ઇચ્છા ધરાવતા હોય છે પરંતુ તેનાથી તેની ઓળખ સામે આવી જાય છે. અને રેકોર્ડમાં દર્શાતુ હોય છે. માટે સ્વચ્છ દાન આપવું જો કે તેઓ તેના હિસાબ દેવા તૈયાર હોય તો તેની ઓખળ ગુપ્ત રાખવામાં તેમને કોઇ તકલીફ નથી તેવું નાણા પ્રધાન અરુણ જેટલીએ રાજયસભામાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.