Abtak Media Google News

તબીબો સામે થતી વ્યર્થ ફરિયાદોને નકારી કઢાશે: નેશનલ ક્ધઝયુમર કમિશન

તબીબી ક્ષેત્રે અનેકવિધ નવી શોધો થયા બાદ એડવાન્સ થતાની સાથે જ તબીબીઓ ઉપર અનેકઘણી જવાબદારી પણ વધી ગઈ છે ત્યારે ડોકટરો ભગવાનનું બીજુ રૂપ હોવાથી લોકો ડોકટરોને ભગવાન સ્વરૂપે જોતા હોય છે પરંતુ કયાંકને કયાંક તેમની ઉપેક્ષા થતી જોવા મળે છે. સારવારમાં કોઈ અઘટીત ઘટના કુદરતી રીતે ઘટે તો દર્દીઓ તબીબીઓને કસુરવાર ઠરાવતા હોય છે ત્યારે હવે આ પ્રકારની ખોટી અથવા તો વ્યથ ફરિયાદો જો તબીબી એટલે કે ડોકટરો ઉપર કરવામાં આવશે તો તેવી ફરિયાદોને નેશનલ ક્ધઝયુમર કમિશન નકારી કાઢશે. એ વાત સ્પષ્ટ છે કે તબીબો લોકોની સારવાર અર્થે જે કામગીરી કરે છે તેમાં તેઓનું રક્ષણ પણ થવું જોઈએ. એવી જ એક ઘટના સામે આવતા નેશનલ ક્ધઝયુમર ડીસપ્યુટર રીડલેસર કમિશને ફરિયાદને ફગાવી છે.

ડોકટરોને રાહત આપતા રાષ્ટ્રીય ઉપભોકતા પંચે ડોકટર દંપતિ સામે તબીબી બેદરકારીની ફરિયાદને ફગાવી દીધી છે અને જણાવ્યું છે કે, આ પ્રકારની વ્યથ ફરિયાદો ડોકટરોને નિરાશ કરે છે અને સમાજને નિર્ભયપણે સેવાઓ પુરી પાડવાથી રોકે છે.

કમિશને જણાવ્યું હતું કે, ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ડોકટરો વિરુઘ્ધ ફરિયાદો વધી રહી છે અને તેમાંથી ઘણી ખરી ફરિયાદો ખોટી અને વ્યર્થ હોય છે. રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ સમક્ષ રજુ કરેલી ફરિયાદમાં ફાર્મા કંપનીનાં માલિક ભુષણ જૈને આરોપ લગાવ્યો હતો કે, જાન્યુઆરી ૨૦૧૭માં તેમની ધર્મપત્નીને હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું હતું. તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ડોકટરોએ તેમની જે સારવાર કરી હતી તેમાં તેઓએ હૃદય સંબંધિત સ્થિતિ વિશે ચેતવણી આપી ન હતી. તેઓને જયારે ડોકટર પાસે લઈ જવામાં આવ્યા ત્યારે માત્ર તેમની ધર્મપત્નીને તાવ અને ગળાનાં ભાગમાં દુખાવો થતો હતો ત્યારે દોઢ કરોડ રૂપિયાની ફરિયાદમાં વળતરની રજુઆત કરતા ફરિયાદીએ ડોકટરોને ખોટા અને બદઈરાદા રાખવા બદલ દાખલ કરવામાં આવી હતી ત્યારે આ તકે રાષ્ટ્રીય ગ્રાહક નિવારણ આયોગે આ ફરિયાદને ફગાવી હતી.

ડોકટરો લોકોની સેવા અર્થે કામ કરતા હોય છે ત્યારે તેમની પરિસ્થિતિ અને સમયસુચકતાને ધ્યાને લઈ તેમનાં દ્વારા તબીબોનું નિરાકરણ અને તેમને પડતી મુશ્કેલીઓને દુર કરવા માટેનાં પ્રયત્ન કરવામાં આવતા હોય છે. કુદરતી રીતે કોઈ અઘટિત ઘટના ઘટે તો તેમાં સીધો વાક તબીબોનો નથી હોતો પરંતુ દર્દીઓ દ્વારા જે રીતે ડોકટરો ઉપર બદઈરાદા પૂર્વક જે ફરિયાદો કરવામાં આવે છે તેનાથી તબીબોને રક્ષણ આપવા માટે નેશનલ ક્ધઝયુમર કમિશન આગળ આવ્યું છે જયારે બીજી તરફ ઘણાખરા કિસ્સાઓમાં દર્દીઓ પણ સાચા હોય છે. કયાંકને કયાંક તબીબોની બેદરકારીનાં પગલે પણ દર્દીઓએ ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે અને ઘણી ખરી વખત પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે ત્યારે તટસ્થ રીતે જો આ મુદાને ધ્યાને લેવામાં આવે તો અનેક પ્રશ્ર્ન પર પૂર્ણવિરામ મુકી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.