Abtak Media Google News

અમદાવાદના ૩૪ વર્ષીય મહિલા તબીબનો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ ચૂકવાયો હતો મુખ્યમંત્રી રાહત ફંડમાંથી

કોરોના મહામારી દરમિયાન સીમ્સ હોસ્પિટલે ગુજરાતમાં પ્રથમ વખત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી પાર પાડી હતી. આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સર્જરીમાં ગુજરાત સરકારનો ભરપુર સહયોગ મળ્યો હતો. જે બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સીમ્સ હોસ્પિટલના તબીબો દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, અમદાવાદના ૩૪ વર્ષીય મહિલા સાક્ષીતા જૈનનું તાજેતરમાં સીમ્સ હોસ્પિટલમાં સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. લોકડાઉન સમયે સુરતના બ્રેઈનડેડ દર્દીનું હાર્ટ અમદાવાદ લવાયું હતું. જે રીતે કિડની અને લીવરના ટ્રાન્સપ્લાન્ટ માટે નાણાકીય સહાય રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે. તે જ રીતે હૃદયના ટ્રાન્સપ્લાન્ટ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવતી હોય છે. જેથી સીમ્સ હોસ્પિટલ ખાતે થયેલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં પણ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય આપવામાં આવી હતી.

04 6

  • ગ્રીન કોરીડોર રચીને અમદાવાદ લવાયું હતું હૃદય

ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન લોકડાઉન સમયે સુરતમાં બ્રેઇનડેડ દાતા દર્દીનું હાર્ટ ગ્રીન કોરિડોર રચીને અમદાવાદમાં સારવાર લઈ રહેલ  ૩૪ વર્ષીય મહિલા શ્રીમતી સાક્ષીતા જૈનમાં સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી હતી. અમદાવાદના આ ૩૪ વર્ષીય બહેનનો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ મુખ્યમંત્રી રાહતફંડમાંથી અપાયો.

  • સિમ્સ હોસ્પિટલના તબીબોએ મુખ્યમંત્રીની મુલાકાત લીધી

ગુજરાત સરકારના સંપૂર્ણ સહયોગ બદલ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૌજન્ય મુલાકાત લઈને સીમ્સ હોસ્પિટલના ચેરમેન ડો. કેયુર પરિખ, ડાયરેક્ટર ડો. ધીરેન શાહ અને એમડી ડો. અનિશ ચંદારાણાએ અંત:કરણપૂર્વક આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.