Abtak Media Google News

 

Advertisement

જો ચોમાસુ મોડુ શરૂ થાય કે દુષ્કાળ પડે તો રાજયમાં કયારેય ન જોઈ હોય તેવી જળ કટોકટી સર્જાશે

૮ મહાનગરો, ૧૬૦ શહેરો, ૮૦૦૦ થી વધુ ગામડાઓ નર્મદા નીર ઉપર નિર્ભર

ગુજરાતની ૭૦ ટકા વસ્તી નર્મદા નીર ઉપર આધારીત છે. એક રીતે નર્મદા ગુજરાતની જીવાદોરી બની ગઈ છે ત્યારે આ જીવાદોરી ગમે ત્યારે કપાઈ જાય તેવી દહેશત પણ ઉભી થઈ છે. માટે નર્મદાના વિકલ્પ તરીકે કલ્પસર યોજનાનો વિકાસ કરવામાં આવે તેવી માંગ ઠેર-ઠેરી ઉઠી રહી છે. પરંતુ આ માંગને અવગણવામાં આવી છે જે સૌરાષ્ટ્રને ખૂબજ મોંઘી પડી શકે તેવો ભય છે.

નર્મદાની જેમ કલ્પસર યોજનાને વિકસીત કરવામાં આવે તે જરૂરી છે. સૌરાષ્ટ્ર માટે કલ્પસર યોજના ખૂબજ મહત્વની છે. કલ્પસર યોજનાના કારણે સૌરાષ્ટ્રને સરળતાી પમ્પીંગ વગર પાણી મળી જશે. ઉપરાંત હજારો હેકટર જમીન ફળદ્રુપ બનશે. લાખો લોકોનો પાણીનો પ્રાણ સમો પ્રશ્ર્નો ઉકેલાઈ જશે. હાલ નર્મદા ઉપર ૭ મહાનગરપાલિકા ૧૬૦ નગરપાલિકા અને ૮ હજાર ગામડાઓનું ભારણ છે.

મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પંચાયતો હાલ નર્મદાના નીર ઉપર નભે છે. જો આગામી ચોમાસુ નબળુ જશે તો ગુજરાતમાં જળ કટોકટી કઈ પરિસ્થીત ધારણ કરશે તે અકલ્પનીય બની જાય છે. ગત વર્ષે ગુજરાતમાં સામાન્ય વરસાદ થયો હતો. જો કે, મધ્યપ્રદેશમાં સરદાર સરોવર ડેમના કેચમેન્ટ એરીયામાં વરસાદ અપુરતો રહેતા પાણીના જથ્થાનું પ્રમાણ નર્મદા ડેમમાં ઓછુ ઠલવાયું હતું જેના પરિણામ સ્વરૂપે હાલ ગુજરાતની સાથે સાથ મધ્યપ્રદેશમાં પણ જળ કટોકટી ઉભી થઈ છે. જો ચાલુ વર્ષે ચોમાસુ નબળુ રહેશે તો ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની પરિસ્થીત ખૂબજ દયનીય થઈ જશે.

આંકડાનુસાર નર્મદા ડેમમાં પાણી જુન મહિનાના અંત સુધીમાં મહત્તમ ૧૫ જુલાઈ સુધી ટકી શકશે. આ મામલે નિષ્ણાંતોએ સરકારને ચેતવી પણ દીધી છે ત્યારે નર્મદાના સ્થાને સૌરાષ્ટ્ર માટે અન્ય વિકલ્પ એટલે કે કલ્પસરનું સર્જન થાય તે ખૂબજ જરૂરી બની જાય છે. કલ્પસર યોજનાના કારણે સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યાનો ઉકેલ આવી શકે તેવી અપેક્ષા છે.

હાલ સૌરાષ્ટ્ર ઉપર તોળાતુ જળ સંકટ ઘેરુ બન્યું છે ત્યારે રાજય સરકાર એકાએક નર્મદાના વિકલ્પ તરીકે કલ્પસર મામલે વિચારવા લાગી છે. જેના ભાગરૂપે પ્રારંભીક તબકકે સર્વે પણ હાથ ધરાયા છે જેનો રિપોર્ટ ટૂંક સમયમાં આવી જશે. ગુજરાતની ૭૦ ટકા જનતા નર્મદાના નીર ઉપર આધારીત હોય. નર્મદા ઉપરનું ભારણ ખૂબજ વધુ ગણી શકાય. માત્ર ગુજરાત જ નહીં મધ્યપ્રદેશ અને રાજસનમાં પણ નર્મદા પાણીની ખૂબજ જરૂરીયાત રહે છે માટે સૌરાષ્ટ્રને અલાયદી પાણીની વ્યવસ આપવામાં આવે તે મહત્વનું છે.

રાજયના ૮ થી વધુ મહાનગરો ૮૬૩૯ ગ્રામ્ય વિસ્તારો, ૧૬૫ શહેરી વિસ્તારો, ૩૬૮૧ ગામડાઓ અને ૪૧ મોટા શહેરો હાલ સીધી રીતે નર્મદાના પાણી ઉપર નિર્ભર છે. સૌરાષ્ટ્રનો મહત્તમ હિસ્સો નર્મદા ઉપર આધારીત છે. માટે કલ્પસર યોજના સાકાર કરવી લોકો માટે ખૂબજ જરૂરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.