Abtak Media Google News

ક્રૂડ 80 ડોલર પ્રતિ બેરલને પાર

એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં પેટ્રોલ 7 ટકા મોંઘુ થયું પણ વપરાશમાં ઘટાડો નથી થયો

ચાર મેટ્રો શહેરમાં પેટ્રોલ મંગળવારે 14 પૈસા મોંઘુ થયું. મુંબઈમાં ભાવ લીટર દીઠ રૂ. 90.22 અને દિલ્હીમાં 82.86ની સપાટીએ પહોંચી ગયો છે. તેલ કંપનીઓએ સતત છઠ્ઠા દિવસે પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે. ડીઝલની કિંમતોમાં 10થી 11 પૈસાનો વધારો થયો છે. સોમવારે બ્રેન્ટ ક્રૂડ 81 ડોલર દીઠ બેરલને પાર થઈ ગયો છે. આ નવેમ્બર 2014 પછીનો સૌથી વધુ ભાવ છે.

મેટ્રો શહેરમાં ડીઝલના ભાવ

શહેરસોમવારનો ભાવ (લિટર દીઠ રૂ. માં)મંગળવારનો ભાવ (લિટર દીઠ રૂ.માં)વધારો
દિલ્હી74.0274.1210 પૈસા
મુંબઈ78.5878.6911 પૈસા
કોલકાતા75.8775.9710 પૈસા
ચેન્નાઈ78.2678.3710 પૈસા

મેટ્રો શહેરમાં પેટ્રોલના ભાવ

શહેરસોમવારનો ભાવ (લિટર દીઠ રૂ. માં)મંગળવારનો ભાવ (લિટર દીઠ રૂ.માં)વધારો
દિલ્હી82.7282.8614 પૈસા
મુંબઈ90.0890.2214 પૈસા
કોલકાતા84.5485.6814પૈસા
ચેન્નાઈ85.9986.1314 પૈસા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.