Abtak Media Google News

દેશમાં ટ્રાફિક વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા સરકારનો નવતર પ્રયોગ

દેશમાં ટ્રાફિક અવ્યવસ્થાને સુદઢ બનાવવા અને પબ્લીક ટ્રાફિકીંગને શિસ્તબઘ્ધ બનાવવા માટે સરકાર દ્વારા ટ્રાફિક નિયમોનો ઉલાળીયો કરનાર વાહન ચાલકોને કાબુમાં રાખવા નવા વાહન પરિવહન કાયદામાં ભારેખમ દંડની જોગવાઈઓનો અમલ લાગુ કરતાની સાથે ૩જી સપ્ટેમ્બરે ઓરિસ્સાનાં સાંબલપુરમાં ટ્રક ડ્રાઈવરને નવા ટ્રાફિક અધિનિયમ મુજબ ૮૦,૦૦૦થી વધુનો દંડ થયાનો પ્રથમ બનાવ નોંધાયો છે.

નાગાલેન્ડમાં રજિસ્ટ્રેશન કરાયેલા એક ટ્રકને ૮૬,૫૦૦ નો દંડ સાંબલપુર આરટીઓ સઘ્ધારા નવા વાહન અધિનિયમ દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો. આ ઘટના ૩જી સપ્ટેમ્બરે નોંધાઈ હતી. જયારે ટ્રક ડ્રાઈવર અશોક યાદવે ટ્રક છોડાવવા માટે જરૂરી દસ્તાવેજો સાથે રૂા.૩૦,૦૦૦ની રોકડ દંડનાં રૂપમાં ભરી હતી. પરિવહન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ એક યાદીમાં ટ્રક ડ્રાઈવરને ૫૦૦ સામાન્ય દંડ, ૫૦૦૦ અનિઅધિકૃત વ્યકિત પાસે ડ્રાઈવિંગ કરાવવા બાબત, ૫૦૦૦ રૂપિયા માન્ય લાયસન્સ વગર વાહન ચલાવવા બદલ અને ૫૬૦૦૦નો દંડ ગાડીમાં ૧૮ ટન વધારાનું માન્ય વજન વગર કુલ ૪૨ ટન લોડીંગ માટે અને ૨૦,૦૦૦ રૂપિયા ઓવરલોડીંગ માટે વસુલ કરવામાં આવ્યા હતા. આ ટ્રક અનુગુલ જીલ્લાનાં તેલકરથી છતીસગઢ જઈ રહ્યો હતો ત્યારે તે ઓરિસ્સાનાં સાંબલપુરમાં ઝપટે ચડી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.