Abtak Media Google News
  • 29માં ઓબેસિટી અને ડાયાબિટીસ રિસર્ચ કોર્ષમાં 12 દેશોના 12 તબીબની પસંદગી
  • ડાયાબિટીસનું કારણ મેદસ્વિતા:યુરોપિયન એસોસિએશન સ્ટડી ફોર ડાયાબિટીસ સર્વે: ઓબેસિટી અને ડાયાબિટીસને અટકાવવા રિસર્ચ કરવામાં આવ્યું
  • ડાયટ અને જીવનશૈલી સુધારી મેદસ્વિતાને અટકાવી શકાય:ડો.મલય પારેખ
  • ESD ઓબેસિટી અને ડાયાબિટીસ રિસર્ચ બાદ ડો.મલય પારેખ શ્રેષ્ઠ એવોર્ડોથી સન્માનિત

ભારતમાં મેદસ્વિતા(ઓબેસિટી) અને ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે.જે વિશ્વ આખાની સમસ્યા બન્યું છે. IFD (ઇન્ડિયન ડાયાબિટીસ ઓફ ફેડરેશનના)ના સર્વે મુજબ હાલ ઇન્ડિયા વિશ્વમાં ડાયાબિટીસમાં બીજા નંબરે છે.આ સીનારીઓ શરૂ રહેશે તો ધીમે ધીમે ડાયાબિટીસના કેસોમાં વધારો આવશે તો 2045 સુધીમાં ભારત વિશ્વમાં પહેલા નંબરે પહોંચી જશે ડાયાબિટીસ વધવાનું કારણ મેદસ્વિતા છે. ભારતમાં ધીમે ધીમે મે મેદસ્વિતાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે.સાથોસાથ સ્ટ્રેસ અને બેઠાડું જીવન પણ કારણ બન્યું છે.

આ સમસ્યાનું સમાધાન લાવવા વિશ્વનું સૌથી શ્રેષ્ઠ એસોસિએશન ESD યુરોપિયન એસોસિએશન સ્ટડી ફોર ડાયાબિટીસ દર વર્ષે યંગ સાઇન્ટીસ્ટ રીસર્ચ કોર્ષ ઓબેસિટી અને ડાયાબિટીસ માટે રાખે છે.ઓબેસિટી અને ડાયાબિટીસને પ્રિવેન્ટ કેવી રીતે કરી શકાય એ માટે 12 દેશના 12 તબીબને લંડનના સ્કોટલેન્ડ ખાતે રિસર્ચ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. રાજકોટમાંથી એક માત્ર ડો.મલય પારેખ એકમાત્ર તબીબ આ કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા પહોંચ્યા હતા.જે રાજકોટ,ગુજરાત સહિત સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે.

ઓબેસિટી અને ડાયાબિટીસના કેસો વધી રહ્યો છે.ઓબેસિટીના લીધે બહુ જ બધી તકલીફો ઊભી થતી હોય છે.બ્લડ પ્રેશર,કોલેસ્ટ્રોલ,હૃદય રોગના હુમલો,પેરાલીસીસ સૌથી મહત્વનું ડાયાબિટીસ જેવી બીમારીઓ થતી હોય છે.

આ બધા જ રોગોને સમયસર વહેલી તકે પ્રિવેન્ટ કરવા જરૂરી છે.માત્ર એક ઓબેસિટી પ્રિવેન્ટ કરવાથી આ રોગોને રોકી શકાયછે.ભારત,ઓસ્ટ્રેલિયા,ચાઇના, રસિયા,પોલેન્ડ,ઓસ્ટ્રેલિયા જર્મની,ઇટલી આવા બાર દેશોને 12ના 12 તબીબોને સ્પેશિયલ ગ્લાસ રૂટ ખાતે પાંચ દિવસ માટેનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.જેમાં તમામ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. આ કોર્સમાં એક તારણ કાઢવામાં આવ્યું હતું કે શા માટે આ સમસ્યા વધી રહી છે.દરેક દેશના હવામાન અને લાઈફ સ્ટાઈલ અલગ અલગ હોય છે અમારા અભ્યાસક્રમ મુજબ અને રિસર્ચ પ્રમાણે ભારતમાં ઓબીસીડી વધવાનું કારણ મુખ્યત્વે પરિબળ આપણી લાઇફ સ્ટાઇલ છે અને ડાયટ પેટર્ન આપણા ખોરાકમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધારે હોય છે.

સામે બેઠાડું જીવન છે.બાળકોમાં પણ ઓબેસિટી નું પ્રમાણ વધારે આવી રહ્યું છે.હાઈટ મુજબ એ પ્રમાણે તમારું વજન નક્કી કરવાની જરૂર છે.લોકોએ તાકીદ લેવાની જરૂર છે.યોગ્ય તબીબ સાથે વાતચીત કરી સલાહ લેવી જરૂરી છે.દરેક વ્યક્તિની પેટર્ન અલગ અલગ હોય છે.કેલેરી ની રીતે પણ જુદી જુદી હોય છે.તમારા શરીરને કેટલા કેલેરી ની જરૂર છે એ પ્રમાણેની ડાયટ નક્કી કરવી જોઈએ.ડાયટ પર ધ્યાન રાખો રોજિંદા 30 મિનિટ ચાલુ જરૂરી છે.

મારૂ વિઝન લોકો બીમારી મુક્ત રહે:ડો.મલય પારેખ

નિષ્ણાંત ઓબેસિટી અને ડાયાબિટીસ ફિઝિશિયન ડો.મલય પારેખે જણાવ્યું કે, મારું વિઝન છે લોકો બીમારી મુક્ત રહે. નાની ઉંમરમાં ટાઈપ ટુ ડાયાબિટીસ આવતા હોય છે તેને અટકાવવાનો છે. લાઈફ ટાઈમ બીમારી કોઈ રહેતી નથી જીવનશૈલી ખરાબ હોવાથી જ બીમારીઓ આવે છે અને જીવનશૈલી સારી રહે તો બધી જ બીમારીઓ જતી રહે છે જેથી લોકોએ પોતાના ડાયટ અને જીવનશૈલીને સુધારી રાખવી જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.