Abtak Media Google News

૫૦ લાખ લોકો ડ્રાઇવરી કરે છે અને રર લાખ ડ્રાઇવરોની અછત છે!

લ્યો કરો વાત ! ડ્રાઇવરોની નોકરી જોખમમાં ન મૂકાય તે માટે ડ્રાઇવર લેસ કાર પ્રતિબંધિત કરવામાં આવી છે.

કેન્દ્રીય વાહન વ્યવહાર (ટ્રાન્સપોર્ટ) મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ભારતમાં ડ્રાઇવર લેસ કાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેમ કે આ ડ્રાઇવર લેસ કાર ડ્રાઇવરોની નોકરી ખાઇ જશે. ઉલ્લેખનીય છે કે દેશમાં આશરે ૫૦ લાખ લોકો ડ્રાઇવરની નોકરી પર પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

તેમણે આગળ કહ્યું કે, ડ્રાઇવરોને લાઇસન્સ આપવા સિવાય તેમને સરખી તાલીમ આપવાના  કામ પર સરકાર ઘ્યાન દેવાનું વધુ પસંદ કરશે.

ભારતમાં હજુ રર લાખ સ્કિલ્ડ એટલે કે કુશળતા પ્રાપ્ત ડ્રાઇવરોની શોર્ટેજ છે. સરકાર અંધારામાં નથી જ નથી. જેથી સરકાર એવી કોઇ જ ટેકનોલોજી નહીં અપનાવે અગર એવી કોઇ જ સીસ્ટમ સેટ નહીં કરે જેનાથી લોકો બેકાર બનીને આર્થિક સંકટમાં મુકાઇ જાય. તેના બદલે

સરકાર એ સુનિશ્ર્ચિત કરવા માગે છે કે પબ્લિક અને પ્રાઇવેટ વ્હીકલોમાં જી.પી.એસ. હોવી જ જોઇએ.

ઉલ્લેખનીય છે કે નવી દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં લંડન ટ્રાન્સપોર્ટ ઓથોરીટી મોડેલ ભારતમાં લાવવા અંગે ચર્ચા વિચારણા થઇ રહી હતી. જેના અંતર્ગત ભારતમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની બસોનું સ્થાન લંડનમાં છે તેવી લકઝરી બસો લેશે. આમ છતાં અત્યારે જે ભાડું છે તેના કરતાં ૪૦ ટકા ઓછું ભાડું જનતાએ ચૂકવવુ પડશે.

ખરેખર આ એક પોઝિટિવ એન્ડ ગુડ ન્યુઝ કહેવાય. મેટ્રો અને બુલેટ ટ્રેન મોડેલ બાદ હવે લંડન જેવી સીટી બસો ભારતના રાજમાર્ગો પર દોડશે વાહ ભાઇ વાહ !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.