Abtak Media Google News

રાજકીય પક્ષોની બેઠકમાં નિર્ણય લેવાયા બાદ જ આ મુદ્દે તામિલનાડુ સરકાર આગળ વધશે તેવી ધારણા

તાજેતરમાં વડી અદાલતે કાવેરી જળ વિવાદ મામલે આપેલા ચુકાદા બાદ આગામી તા.૨૨મીએ ચેન્નઈમાં તમામ પક્ષોની બેઠક વા જઈ રહી છે. આ બેઠકમાં કાવેરી જળ બાબતે સરકાર શું પગલા લેશે તે તમામ પક્ષોની સલાહ બાદ નકકી શે.

આગામી ૨૨મીએ મળનારી બેઠક બાદ કાવેરી જળ વિવાદ વકરે તેવી દહેશત છે. અગાઉ પણ આ મુદ્દે દક્ષિણ ભારતીય રાજયોમાં હિંસા ઈ ચૂકી છે. ડીએમકે આ મામલે પગલા લે તે પહેલા અન્ન ડીએમકે દ્વારા બેઠક બોલાવાઈ છે. આ બેઠકમાં ખેડૂતોના પ્રતિનિધિઓ પણ હાજરી આપવાના છે.

કાવેરી જળની ફાળવણી મામલે ડીએમકે અને અન્ના ડીએમકે વચ્ચે મોટો મતભેદ છે. મોટા રાજકીય નેતા સ્ટાલીન આ મુદ્દે પોતાની માંગને અડગ રહ્યાં છે. ૧૬મી ફેબ્રુઆરીએ દેશની વડી અદાલતે કાવેરીના જળમાંી કર્ણાટકનો હિસ્સો ઘટાડી તામિલનાડુને આપવાનો ફેંસલો કર્યો હતો. આ ચુકાદા બાદ કાવેરી જળ વિતરણનો મુદ્દો શાંતિી ઉકેલાઈ જાય તે માટે પ્રયાસો શે તેવી અપેક્ષા હતી. અલબત કાવેરી જળ વિવાદ દક્ષિણ ભારત માટે સૌી મોટો રાજકારણનો મુદ્દો હોવાી વિવાદને સળગતો રાખવામાં જ રાજકીય પક્ષોને હિત જણાય રહ્યું છે. પરિણામે વડી અદાલતના ચુકાદા છતાં હજુ પણ કાવેરી જળ વિવાદનો ઉકેલ જણાતો ની.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.