Abtak Media Google News

૧૦૮ ફાયરને રસ્તો ન આપનારેને ૧૦,૦૦૦ નો દંડ: ટાબરીયાઓને વાહન આપનાર વાલીઓને જેલમાં જવું પડે અને લાઇસન્સ પણ રદ થશે

દેશમાં માર્ગ સલામતિની વ્યવસ્થા વધુ સુદઢ બનાવીને ટ્રાફીક અવ્યવસ્થા અને માર્ગ અકસ્માતોમાં જાન માલની ખુવારીને શુન્યત: કરવા આગળ વધી રહેલી સરકારે ટ્રાફીક નિયમનના નવા કાયદામાં આકરા દંડની જોગવાઇઓ લાગુ કરવાની કવાયત હાથ ધરીને ટ્રાફીક નિયમ ભંગ કરનારાઓને દસ હજાર સુધીના દંડ અને આપાતકાલીન વાહનોના રસ્તા અવરોધવાના કસુરમાં ૧૦,૦૦૦ સુધીનો દંડ અને લાયસન્સ રદ કરવાની આકરી દંડ સહીતાના અમલની તૈયારીઓ શરુ કરી દીધી છે.

સરકારના પ્રસ્તાપિત મોટર બીલ ગત ૧૬મી લોકસભામાં રાજયસભામાં પેન્ડીંગ હતુ તે દરમિયાન ૧૬મી લોકસભાનું  કાર્યકાળ પુરો થઇ જતાં આ પ્રસ્તાવને કાયદાનું રુપ આપી શકાયું ન હતું. માર્ગ સુરક્ષા માટે આકરી જોગવાઇઓની ભલામણ કરતાં આ કાયદામાં તારાંકિત જોગવાઇઓમાં સગીર વાહન ચાલકો, લાયસન્સ વગરનું ડ્રાઇવીંગ, ભયજનક ડ્રાઇવીંગ પીધેલી હાલતમાં ડ્રાઇવીંગ, અવસ્પીડ અને અવર લોડીંગ જેવી નિયમ વિરુઘ્ધ ની પ્રવૃતિને નાથવા માટે કડક દંડની જોગવાઇ કરવામાં આવી છે. આ નવા કાયદા મુજબ એમ્બ્યુલન્સ, ફાયર ફાયટર, જેવા તમામ ઇમરજન્સી વાહનોને રસ્તે ન આપનારને ૧૦,૦૦૦ નો દંડ ઉપરાંત લાયસન્સ રદ સુધીની સજા, ડ્રાઇવીંગ લાયસન્સના નિયમ ભંગ અને જોગવાઇઓનું ન કરનાર સામે ૧૦,૦૦૦ સુધીના છે. જોગવાઇ કરવામાં આવી છે. આ આકરા નિયમની કવાયત દેશના ૧૮ રાજયો દ્વારા પરિવહન મંત્રાલયને મળેલી ભલામણોને લઇને સંસદી સ્ટેન્ડીંગ કમીટીએ પ્રસ્તાવ રજુ કર્યો હતો.

નવા કાયદામાં કરેલી દંડની જોગવાઇમાં અવર સ્પીડ માટે ૧૦૦૦ થી ર૦,૦૦૦ નો વીમા વગરના ડ્રાઇવીંગ કરનારને તે ર૦૦૦ નો દંડ, હેલ્મટે ન પહેરનારને ૧૦૦૦ નો દંડ અને ત્રણ મહીના સુધી લાયસન્સ રદ કરવાની જોગવાઇ સગીર બાળકોને ડ્રાઇવીંગ છુટ આપનાર વાલીઓને જવાબદાર ગણીને વાહનનું રજીસ્ટ્રેશન જ રદ કરી નાખવાની જોગવાઇ. નવા કાયદાની જોગવાયમાં સગીરાને વાહન આપવા બદલ વાલીઓને જવાબદાર ગણી રપ હજારનો દંડ ત્રણ વર્ષની જેલ અને વાહનનું રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવશે. ટ્રાફીક નિયમ ભંગ કરવા બદલ અગાઉ ૧૦૦ નો દંડની જગ્યાએ હવે પ૦૦ નો દંડ થશે અને આગઉ પ૦૦ રૂપિયાના દંડની જગ્યાએ હવે ઓછામાં ઓછા ર૦૦૦ ની પેનલ્ટી લાગશે. લાયસન્સ વગરની ડ્રાઇવીંગ માટે પ૦૦૦ દંડ અને લાયસન્સની લાયકાત ન ધરાવતાઓને ૧૦,૦૦૦ નો દંડ ભટકારવામાં આવશે. જોખમી ડ્રાઇવીંગ માટે હવે ૧૦૦૦ ના બદલે હવે પ૦૦૦ નો દંડ અને પીધેલાઓને ૧૦,૦૦૦  દંડ ફટકારાશે. લાયસન્સની જોગવાઇ ના ઉલ્લધનના કિસ્સામાં મહત્તમ ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ અને અવરલોડીંગ માટે ર૦,૦૦૦ ની પેન્લટીની જોગવાઇ  સીટબેલ્ટ અને મોટર સાયકલ પર હેલમેટનો ઉપયોગ ન કરનારને ૧૦૦૦ ની પાર્વતી અને ત્રણ મહિના માટે લાયસન્સ રદ કરી દેવામાં આવશે. જો દંડ ભરવામાં આનાકાની થશે તો દંડની રકમ ડબલ કરી દેવામાં આવશે.

ડ્રાઇવીંગ શિખવાની વ્યવસ્થા પણ સંગીન બનાવવામાં આવશે તાલીમબઘ્ધ, ડ્રાઇવરો માટે ખાસ તકેદારી રાખવામાં આવશે સરકાર સંસદના આગામી સત્રમાં જ આ પ્રસ્તાવને કાયદાનું રુપ આપવા પ્રયત્નશીલ છે તેમ માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રી નીતીનભાઇ ગડકરીએ જણાવ્યું હતું. મોટર વ્હીકલ સુધારા ધારો ગત લોકસભામાં રજુ કરવામાં આવ્યો હતો પરંતુ રાજયસભામાં રોકાઇ ગયું હતું. હવે  ચાલી રહેલા સંસદીય સત્રમાં આ બીલને કાયદાનું રુપ મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.