Abtak Media Google News

ઉપલેટા: પાલિકાના પૂર્વ પ્રમુખના ભાઇને ખોટી રીતે ફીટ કરી બદનામ કરવાનો પ્રયાસ

 અશોક કંપનીના કોન્ટ્રાકટરમાં અમારી સામે ખોટી રીતે ફરીયાદ કરી હોવાનો આક્ષેપ: ભાવેશભાઇ સુવા

 ઉપલેટાના ડુમીયાણી પાસે આવેલા ટોલ નાકુ કોઇના કોઇ વિવાદમાં હમેશા સપડાઇ રહ્યું છે. થોડાક દિવસ પહેલા રોડના મેન્ટેનેશ બાબતે અશોક કંપનીના કર્મચારી અને મેન્ટેશેન કોન્ટ્રાકટો વચ્ચે થયેલ બલાલમાં નોંધાયેલી ફરીયાદ બાદ પાલિકાના પૂર્વ પ્રમુખના ભાઇએ પત્રકાર પરિષદ યોજી ઘટનામાં તેઓએ ખોટી રીતના ફીટ કરી જાહેર જીવનમાનં બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવી હોવાનું જણાવેલ છે.

Advertisement

 થોડા દિવસ પહેલા ટોલનાકાના વાહન મેન્ટેન્સ તેમજ વાહન રાખવા માટેની લોંગ લીઝ પર રાખવા અને તેમાં બીલ બાબતે થોડાક દિવસ પહેલા નવ વ્યકિતઓ સામે થયેલી ફરીયાદમાં પાલિકાના પૂર્વ પ્રમુખના ભાઇએ પત્રકાર પરિષદ યોજી ના ઘટનામાં પોતે તેમજ પોતાના ભાઇ પાલિકાના પૂર્વ પ્રમુખ કોઇ જગ્યાએ નહિ હોવાનું અને જયાં વાહનો રાખવામાં આવ્યા છે. તે જગ્યા વિશે અમારે કોઇ લેવા દેવાના હોવાનું જણાવતા મામલો ગરમાવો લાવી દીધેલ છે. અંગે પાલિકાના પૂર્વ પ્રમુખ મયુરભાઇ સુવાના ભાઇ અને નગરપ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભાવેશભાઇ સુવા તેમજ અશોક કંપનીના સેફટી સુપરવાઇઝર જયસુખ બરાઇ અને જેનું નામ ફરીયાદમાં છે તેવા જગુભાઇ સુવાએ યોજેલી પત્રકાર પરિષદમાં જણાવેલ કે મયુરભાઇ સુવા પાલિકાના પૂર્વ પ્રમુખ હોઇ તેઓને ખોટી રીતે બદનામ કરવા ઘટના ચગાવવામાં આવેલ છે ભાવેશ સુવાએ વધુમાં જણાવેલ કે જે ઘટના રાત્રે બનેલ હતી ત્યારે 3 અને મારા ભાઇ બન્ને અમારા નિવાસ સ્થાને હતાનું સી.સી. ટીવી. કેમેરા મોઝુદ છે. અને વાહનો અને જપ્ત કરેલા છે. તેવા આક્ષેપનું ખંડન કરતા જણાવેલ કે જે જગ્યાએ વાહનો રાખવામાં આવ્યા છે. તે વાહનો રાખવા માટે ની જગ્યા ભાડે રાખવામાં આવી છે.

જગ્યાની માલીકી ગોપાલભાઇ જોગલમાં છે તેની સાથે અમારે કોઇ જાતના લેવા દેવા નથી. જયારે સેફટી સુપર વાઇઝર જયસુખભાઇ બરાઇ જણાવેલ કે બનાવની રાત્રિના સમયે ફોન આવ્યો ત્યારે ત્રણ સ્થળ ઉપર ગયો ત્યારે ઘણા માણસો હતા તેમાં બબાલ થતા એક વ્યકિતને હાથમાં ઇજા થઇ હોવાનું જણાવેલ અંગે અમે ક્રોસ ફરીયાદ પણ કરેલ છે જયારે જગુભાઇ સુવાએ જણાવેલ મને રાત્રે ફોન આવેલ ત્યારે હું સ્થળ ઉપર ગયેલ તયારે અશોક કંપનીના માણસો અને સુપરવાઇઝર સહિતના લોકો હતા અંગે સામાન્ય બોલાચાલી થયા બાદ અમુક શખ્સો દ્વારા ધોકા મારવામાં આવતા હું બચાવવા વચ્ચે પડતા મને પણ હાથના ભાગમાં ઇજા થયેલ પણ મારુ નામ ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યાં છે.

 વળતી ફરીયાદ થતા મામલો ગરમાયો

સમગ્ર ઘટનામાં ક્રોસ ફરીયાદ નોંધાવતા જગુભાઇ રામભાઇ સુવાએ જણાવેલ કે તા. ને રાત્રીના સાડા બાર વાગ્યાના આસપાસ હું વરજોગ જાવીયા ગામે અશોક કંપનીના વાહનો રાખવાના સ્થળે પહોંચતા તું કોણ છો તેમ કહી અજયસિંહ ઠાકોરે મને હાથમાં ધોકો મારેલો મને છોડાવવા જયસુખભાઇ વચ્ચે પડતા એટલામાં સેફુદીન અને મેહુલભાઇ ચંદ્રવાડીયા પણ વચ્ચમાં પડી ઝણાઝપી કરવા લાગ્યા હતા અને શખ્સોએ અમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.