Abtak Media Google News

નવા લાયસન્સ માટેની અરજી, લાયસન્સ રીન્યુ તેમજ એડ્રેસમાં ફેરફાર સહિતનાં કામો હવે ઘરે બેઠાં થતાં હોવાથી કચેરીમાં લોકોની કતારો જામવાના દ્રશ્યો ભૂતકાળ બન્યા

દેશમાં દિનપ્રતિદિન આધુનિકરણ તેમજ ઈન્ટરનેટના માધ્યમથી સરકારી કચેરીઓ સુસજ્જ થઈ રહી છે જેના અનુસંધાને જામનગરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પણ આધુનિક થઈ ચૂકી છે અને વિવિધ પ્રકારની સેવાઓ ઓનલાઇન આપી રહી છે

Advertisement

જામનગરમાં આવેલી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી કે જ્યાં આખા જિલ્લાના વાહનો ને લગત કામકાજ તથા લોકો માટે ડ્રાઇવિંગ લાઇસન્સ વિગેરે જેવી આરટીઓ ને લગત કામકાજ ખૂબ જ ઝડપી અને સરળ બની રહે તથા ઓછા વ્યક્તિઓની સાથે પણ વધુ કામ લઈ શકાય તે માટે વાહન વ્યવહાર કચેરી નો આધુનિકરણ કરવામાં આવ્યું છે આ સેવાઓ દ્વારા લોકો પોતાના ઘરે બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે ઓનલાઈન અરજી કરી શકે છે અને પ્રથમ જે રીતે લાયસન્સ કઢાવવા માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે આવી લાંબા સમય સુધી કતારોમાં ઊભા રહેવું પડતું તેની જગ્યાએ લોકો હવે પોતાના ઘરે બેઠા ઓનલાઇન અપોઈન્ટમેન્ટ મેળવી શકે છે સાથે સાથે પોતાને યોગ્ય હોય તેઓ સમય પણ પોતે જ નિશ્ચિત કરી શકે છે અને આ દરેક પ્રક્રિયા ઈન્ટરનેટના માધ્યમથી ખૂબ જ સરળતાથી અને ઝડપથી થઈ શકે છે

જામનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ના એ આર ટી ઓ ચૌધરીના જણાવ્યા અનુસાર જામનગર ની કચેરી ખાતે ત્રણ અલગ અલગ રીતે ઓનલાઇન સેવાઓ પૂરી પાડવામાં આવે છે જેમાં પ્રથમ લાઇસન્સ સંબંધી સેવાઓ જેમાં તમામ નવા લાયસન્સ માટે ઓનલાઇન અરજી કરવી દસ્તાવેજો સર્વરમાં અપલોડ કરવા ઓનલાઈન ફ્રી ભરવી વિગેરે જેવી પ્રક્રિયા લોકો ઘેર બેઠા પોતાની રીતે જ કરી શકે છે સાથે સાથે પોતે નિશ્ચિત કરેલો સમય પણ આ સેવાના માધ્યમથી નક્કી કરી શકે છે. આ સિવાય અન્ય વધુ સેવાઓ જેવી કે લાયસન્સ રીન્યુ કરવું એડ્રેસ માં ફેરફાર કરવા જેવા કામ પણ લોકો ઘેર બેઠા કરી શકે છે અને ત્યારબાદ કચેરી ખાતે જઈ સર્વરમાં અપલોડ કરેલા પુરાવાઓ ની ચકાસણી કરાવી પ્રક્રિયાને ખૂબ જ ઝડપી અને સરળતાથી પુરી કરી શકે છે.

જામનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે અન્ય ઓનલાઇન સંબંધી સેવા વાહનો માટે પણ રહેલી છે જેમાં વાહનો ને લગત તમામ કામ પણ આધુનિકરણ ના ઉપયોગથી જ કરવામાં આવે છે જેથી કચેરી ખાતે આવતા લોકોનો મહદંશે સે સમય બચે છે તથા લાંબા સમય સુધી લાંબી કતારોમાં ઊભા રહેવું પડતું નથી આ સાથે કચેરી ખાતે એન્ફોર્સમેન્ટ સંબંધી સેવા પણ ઉપલબ્ધ છે જેમાં લોકોને હતી દંડાત્મક કાર્યવાહી જે પ્રથમ ના સમયમાં મેન્યુઅલી કરવામાં આવતી હતી જેમાં ફેરફાર કરી હવે પોલીસ દ્વારા કે આરટીઓ દ્વારા અપાયેલ મેમાને હવે કચેરી દ્વારા સર્વરમાં અપલોડ કરવામાં આવશે જેથી જે તે વાહન ની જ્યાં સુધી દંડ ન ભરાય ત્યાં સુધી અન્ય કોઇ કાર્યવાહી જેવી કે નામ ટ્રાન્સફર પાસીંગ વિગેરે કોઈપણ થઈ શકશે નહીં સાથે સાથે આ  સંપૂર્ણ પ્રક્રિયા માત્ર સર્વર બેઇઝ હોય તેમાં કોઇ પણ પ્રકારનો હસ્તક્ષેપ પણ થઈ શકશે નહીં જેથી સંપૂર્ણ કાર્યવાહી પારદર્શી રહેશ આ પ્રકારની ઓનલાઇન સેવા દ્વારા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે પોતાના ડ્રાઇવિંગ લાઇસન્સ કે વાહ ને લગતા કામો લઈ આવતા લોકો પણ આ પ્રકારના પારદર્શી વહિવટ તથા સરળતાથી તથા ઝડપભેર કામથી ઉત્સાહિત તથા આનંદિત છે પોતે નિશ્ચિત કરેલા સમયે પોતે કચેરી ખાતે આવી પોતાનું કામ ઝડપભેર કરી શકે છે અગાઉની માફક લાંબા સમય સુધી લાંબી કતારોમાં ઊભા રહેવું પડતું નથી જેના લીધે એમનો સમય પણ બચે છે ખાસ કરીને દૂરના ગામડાઓમાંથી આવતા લોકો પણ આ પ્રકારની સેવા ના લીધે નિશ્ચિત સમયે જ આવી પોતાનો સમય અને નાણાંનો વ્યય બંને અટકતો હોય ખૂબ જ ખુશખુશાલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.