Abtak Media Google News

દસ વર્ષથી નાના બાળકોમાં દેખાતો વાઈરસ

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

હાલમાં ગુજરાતમાં અનેક પ્રકારના રોગનો સામનો ગુજરાતમાં થઈ રહ્યો છે ત્યારે હાલમાં સુરતમાં વધુ એક રોગ સામે આવ્યો છે જે ડોક્ટરો દ્વારા ચેપી રોગ હોવાનું જણાવવામાં આવ્યું છે અને આ રોગ પાંચ વર્ષ પહેલા પણ આવ્યો હતો અને લાંબા સમય પછી આ રોગને કાબૂમાં લેવા આવ્યો જણાવ્યું છે ત્યારે હાલમાં સુરતમાં દરરોજના 500 થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે આ રોગમાં શરીર ઉપર મોઢા ઉપર જીભમાં દરેક જગ્યાએ લાલચાંઠા પડી જાય છે અને આખા શરીરમાં ફોડલા-પોદલા થઈ જાય છે ત્યારે આ રોગને ઇકો વાયરસ તરીકેનું નામ આપવામાં આવ્યું છે અને હાલમાં આ રોગચાળો વધુને વધુ ફેલાઈ રહ્યો છે

ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરના માતા-પિતા તેમજ વાલીઓ માંથી માંગ ઉઠવા પામી છે કે આ રોગચાળો નાના નાના બાળકોમાં પ્રસરે તે પહેલા સુરેન્દ્રનગર જિલ્લાનું આરોગ્ય તંત્ર આગોતરું આયોજન કરી અને તપાસ કરે અને આવા જો કેસો જણાય તો સરકારી શાળાઓ પણ બંધ કરવામાં આવે અને આ રોગના ઈલાજ ની રસી કે દવા હજુ આ રોગ સુરેન્દ્રનગરમાં ફેલાયો નથી ત્યારે આપવાની શરૂ કરે તેવી હાલમાં વાલી વર્ગમાંથી માંગણી ઉઠવા પામી છે ત્યારે આ રોગમાં તાવ પણ આવે છે અને શરીરમાં લાલ ચાઠા પડે છે અને આ રોગને ઇકો વાયરસ તરીકે હાલમાં સુરતમાં જાહેર કરવામાં આવ્યો છે  અને નાના નાના બાળકો આ રોગનો ભોગ બને તે પહેલા જાગૃત થાય અને સુરેન્દ્રનગર જિલ્લામાં આ રોગચાળો ન ફેલાય તેની કાળજી પણ લેવા માટેની હાલમાં વાલી વર્ગમાંથી માંગણી ઉટવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.