Abtak Media Google News

હિન્દ મહાસાગરમાં સ્થાનિકે બનતી ડીપોલની ઘટનાના કારણે અલ-નીનોની અસર ઓછી થતા ભારતમાં સારો વરસાદ વરસી શકે છેની હવામાન શાસ્ત્રીઓની આગાહી

સારા વરસાદ વરસવામાં મુખ્ય બાધારૂપ અલ-નીનોના કારણે વૈશ્ર્વિક હવામાનની પધ્ધતિમાં સમયાંતરે વિક્ષેપ પડે છે. ચાલુ વર્ષે પણ ભારતમાં ચોમાસાની ઋતુમાં અલ-નીનોની અસર થવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે દેશના ચોમાસા પર અંશત અસર થવાની સંભાવના વ્યકત થઈ છે. જે સામે ભારતીય સમુદ્રમાં બનતી સ્થાનિક ઘટનાઓ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે સારો વરસાદ લાવી શકે છે તેમ ટોચના હવામાન શાસ્ત્રીઓએ આશા વ્યકત કરી છે.

હિન્દ મહાસાગરમાં ડીપોલ નામે ઓળખાતી ઘટનાના કારણે પૂર્વીય અને પશ્ર્ચિમી ભાગ વચ્ચેના પાણીના તાપમાનમાં તફાવત દર્શાવે છે. અગાઉના મહિનાઓમાં પશ્ચિમી હિન્દ મહાસાગરનાં પાણી સામાન્ય કરતા હુંફાળુ તાપમાન ધરાવતા હોય તેવી શકયતા છે. આ સ્થિતિ હકારાત્મક ડીપોલ તરીકે ઓળખાય છે.

અલ-નીનોની નકારાત્મક અસરને હિન્દ મહાસાગરમાં બનતી ડીપોલની હકારાત્મક અસર તટસ્થ કરે છે. જેથી અલ નીનોની અસર નબળી પડે છે અને ડીપોલની હકારાત્મક અસરો આગળ વધી રહી છે. જેનાથી દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાની સાથે સારો વરસાદ વરસાવશે તેમ ભારતનાં હવામાન ખાતાના લોન્ગ રેન્જ ફોરકાસ્ટ વિભાગના વડા ડી.એસ.પાઈએ આશા વ્યકત કરી હતી.

હવામાનખાતાએ તાજેતરમાં ભારતમાં આ વર્ષનું ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરીને જૂનથી સપ્ટેમ્બર માસ વચ્ચેની ઋતુમાં છેલ્લા ૫૦ વર્ષથી વરસાદની સરેરાશ ટકાવારીના ૯૬ ટકા વરસાદ વરસવાની સંભાવના વ્યકત કરી છે જયારે હવામાનની ખાનગી રીતે આગાહી કરનારી કંપની સ્ક્રીમેટે આ વર્ષે દેશમાં વરસાદ સામાન્યથી નીચે રહેવાની આગાહી વ્યકત કરી હતી.

સકારાત્મક ડીપોલમાં ગરમ પશ્ચિ હિન્દહાસાગર દેશમાં સારો વરસાદ લાવે છે. ડીપોલ તટસ્થથી સકારાત્મક તબકકા તરફ સ્થળાંતર કરે ત્યારે અલ નીનોના કારણે વરસાદને થતા નુકશાનને નિવારી શકાય છે. તેમ પાઈએ ઉમેર્યું હતુ ઓસ્ટ્રેલિયન હવામાન કચેરીએ પણ આ ઉનાળામાં સકારાત્મક ડીપોલની આગાહી કરતા જણાવ્યું છે કે હિન્દ મહાસાગરમાં ડીપોલ હાલમાં તટસ્થ છે. જો કે નિયત સમયગાળા દરમ્યાન હકારાત્મક ડીપોલ તરફ હવામાન આગળ વધી રહ્યું છે.

જેથી ભારતમાં સારો વરસાદ વરસવાની સંભાવના છે. સકારાત્મક ડીપોલ ઘટના સૂચવે છે કેતેનાથી મોડલ સંભવિત છે. આ ઉનાળામાં હકારાત્મક ડીપોલ તરફ હવામાન આગળ વધવાના કારણે અલ નીનોની સંભાવના ૭૦ ટકાથી ૫૦ ટકા સુધીની સપાટીએ પહોચી જવા પામ્યું છે. જો એક સારો વિકાસ પણ છે. અલનીનો વિષુવવૃત્તીય પેસિફીકના ઉષ્ણતાને અસર કરે છે. પવનના પ્રવાહ અને તેના પરિણામે ચોમાસુ પ્રણાલીને નબળુ બનાવે છે. વિશ્ર્વના કેટલાક ભાગોમાં તે ભારે વરસાદ વરસાવે છે જયારે ભારતમાં તે વરસાદને નબળો પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.